નવા વર્ષથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શોપિંગ સસ્તુ થશે

PC: OfficeChai.com

નવા વર્ષ 2018થી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવું સસ્તું થઇ જશે. ભારતીય રીઝર્વ બેન્કે ડિજીટલ પેમેન્ટને વધારવા માટે ઇ-શોપિંગ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટમાં બદલાવ કરવાની જાહેરાત કરી છે.

આ બદલાવ 1લી જાન્યુઆરી 2018થી આવશે. આ બદલાવથી નાના વેપારીઓને ટ્રાન્ઝેક્શન ઉપર હવે ઓછો એમડીઆર ચાર્જ આપવો પડશે. આરબીઆઇએ બુધવારે મોનેટરી પોલિસી રિવ્યુ જાહેર કરતાં કહ્યું હતું કે આમ થવાથી ડિજીટલ પેમેન્ટને બૂસ્ટ મળી રહેશે.

પ્વાઇંટ ઓફ સેલ્સ મશીનથી પેમેન્ટ લેવા પર હવે આ વેપારીઓને બેન્કોને પ્રતિ ટ્રાન્ઝક્શન વધુમાં વધુ 0.40 ટકા એમડીઆર આપવો પડશે. જો કે આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન 200 રૂપિયાથી વધુ નહીં હોઇ શકે. આવી જ રીતે ક્યુઆરના માધ્યમથી પેમેન્ટ લેતા વેપારીઓને વધુમાં વધુ 0.30 ટકા બેન્કોને આપવા પડશે. આ ચાર્જ પણ 200 રૂપિયાથી વધી શકે નહીં.

પીઓએસ મશીનથી પેમેન્ટ માટે વેપારીઓને પ્રતિ ટ્રાન્ઝેક્શન વધુમાં વધુ 0.90 ટકા એમડીઆર- મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ- આપવાનો રહેસે. આ ચાર્જ 1000 રૂપિયાથી વધુ નહીં હોય. એવી રીતે ક્યુઆરના માધ્યમથી પેમેન્ટ લેતા વેપારીઓને 0.80 ટકા એમડીઆર આપવાનો રહેશે.

આરબીઆઇએ કહ્યું છે કે ડેબિટ કાડથી પેમેન્ટ કરવું હવે વધારે સરળ બનાવવામાં આવ્યું છે કે જેથી રોકડ રૂપિયાની આવશ્યકતા ઓછી રહે અને ગ્રાહકોને વળતર મળી રહે. એમડીઆર એટલે તે એવો ચાર્જ છે કે જે બેન્કો દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેના પર વેપારીઓ પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp