PNBને પડ્યા ઉપર પાટુ, યુકેમાં વધુ 271 કરોડની ઠગાઇ

PC: theprint.in

પંજાબ નેશનલ બેંકની યુકે સહાયક કંપનીએ પાંચ ભારતીયો એક એમેરીકી સહિત ત્રણ કંપનીઓ પર કેસ કર્યો છે. બેંકનો દાવો છે કે આ ત્રણ લોકોને બેંક પર હવે કુલ લેણદારી લગભગ 3.7 કરોડ અમેરીકી ડોલર એટલેકે રૂ.271 કરોડ છે. હાઇકોર્ટમાં નોંધાયેલ પોતાના મુદ્દે બેંકે જણાવ્યુ કે, પીએનબી લીમિટેડ જેની યુકેમાં કુલ સાત શાખા છે. તેની મુખ્ય કંપની પીએનબી છે. હાલમાં બેંક વ્યક્તિઓ અને ખાનગી કંપનીઓ પર કેસ દાખલ કરી રહી છે. જોકે તે લોકોએ લોન લેવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજ આપ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે. 

બેંકના દાવા અનુસાર આ લોન સાઉથ કૈરોલીનામાં તેલ રિફાઇનરી યુનીટ લગાવવા માટે અને પવનઉર્જા પ્રોજે્ક્ટ વિકસિત કરવા અને તેને વેચવા માટે કરવામાં આવ્યું. બેંકે દાવો કર્યો છે કે લોન લેવા માટે ખોટી અને વધારીને બેલેન્શશીટ રજૂ કરવામાં આવી. તે ઉપરાંત પ્રોજેક્ટની સ્થિતિ વિશે ખોટા આંકડા પણ જાહેર કરવામાં આવ્યા. બેંકે પોતાના દાવામાં જણાવ્યુ કે, ડિરેક્ટર અને ગેરંટીદાતાઓ દ્વારા દાવેદારોના પૈસાનું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું.

આ લોન તે યોજનાઓ માટે લેવામાં આવેલ હતી જેમાં શરૂઆતથી જ છેતરપીંડી કરવામાં આવી. પીએનબીએ જણાવ્યુ કે આ તેણે 2011 અને 2014 વચ્ચે આ રકમની ચૂકવણી ડોલરમાં એમેરીકામાં રજીસ્ટર્ડ ચાર કંપનીઓને કરી. આ ચારે કંપનીઓ રિન્યુએનબલ એનર્જી ક્ષેત્રમાં કામ કરે છે. તેના નામે સાઉથ ઇસ્ટર્ન પેટ્રોલિયમ એલએલસી, પેપ્સોબીમ યુએસએ, ત્રિશે વિંડ એન્ડ ત્રિશે રિસોર્સ છે. એસઇપીએલ એમેરીકામાં રિસાઇકલિંગ ક્ષેત્રમાં કામ કરે છે. તેણે બેંક સાથે લગભગ 17 મિલીયન ડોલરનો ડિફોલ્ટ કર્યો છે.

તેમાંથી 10 મિલીયન પીએનબી તેમજ 7 મિલીયન બેંક ઓફ બરોડાની રકમ છે. બેકંનું કહેવું છે કે ઇએસઇપીએલ પાસે હાલમાં નાણાની ઉણપ હોઇ શકે છે. જોકે તે પોતાનો વેપાર સમેટવામાં લાગેલ છે. બેંક તરફથી ચેન્નેમાં રહેનાર પેપ્સોબીમના નિર્દેષક એ.સુબ્રમણ્યમ અને તેના ભાઇ તેમજ એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર અનંતરામ શંકર સિવાય યુએસ સબ્સીડયરીના સીઇઓ લ્યૂક સ્ટેનગલ પર પણ કેસ કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp