1 લાખ લગાવીને કમાયા 50 લાખ, જાણો કઇ રીતે થયો આ ચમત્કાર?

PC: quora.com

જો કોઇ તમને એક લાખ રૂપિયા લગાવીને 50 લાખ રૂપિયા કમાવવાની વાત કરે તો કદાચ પહેલી વખત તો તમને વિશ્વાસ નહીં આવશે. પણ શેરબજારમાં એક સ્ટોકે આવો કમાલ કરી બતાવ્યો છે. તેથી કહેવાય છે કે, શેરબજારને સમજી લીધું, તેના નસીબના દરવાજા ખુલી ગયા. અહીં લાખો રૂપિયા કરોડોમાં ક્યારે બદલાઇ જાય છે તે કહી ના શકાય. એવો જ ચમત્કાર એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં પૈસા રોકનાર સાથે પણ.

કોરોના મહામારી અને ત્યારબાદ શેરબજારમાં ઘણી ઉતર-ચડ જોવા મળી રહી છે. આ દરમિયાન શેરબજારે હાઇ અને લો બંનેનો રેકોર્ડ બનાવ્યો છે. પણ આ દરમિયાન બિરલા ગ્રુપની એક કંપનીના શેરે છપ્પરફાડ રીટર્ન આપ્યું છે. બિરલા ગ્રુપની આ કંપનીનું નામ એક્સપ્રો ઇન્ડિયા છે.

બે વર્ષથી પણ ઓછાં સમયમાં આ કંપનીના શેરનો ભાવ 20 રૂપિયાથી 1000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ શેરની સાથે એવુ ઘણી ઓછી વાર થયું છે કે, તેણે લાલ નિશાનમાં કારોબાર કર્યો હોય. જોકે, પાછલા કેટલાક સમયથી આ શેરમાં મોટી ઉતર-ચડ જોવા મળી રહી છે. ગુરુવારના કારોબારી સત્રમાં આ શેર 3 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો અને 1030 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. એટલે કે આ સ્ટોકે 2 વર્ષથી પણ ઓછાં સમયમાં 50 હજાર ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે. એક્સપ્રોમાં દિગ્ગજ ઇન્વેસ્ટર આશીષ કચોલિયાની મોટી હિસ્સેદારી છે. કચોલિયા પાસે કંપનીના 4,21,616 શેર એટલે કે 3.57 ટકાની હિસ્સેદારી છે. 23 ઓક્ટોબર, 2020ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એક્સપ્રો ઇન્ડિયાનો શેર 20.50 રૂપિયાના સ્તર પર હતો.

તે સમયે જો કોઇએ આ 1 લાખ રૂપિયાના આ શેર ખરીદ્યા હોત અને અત્યાર સુધી ન વેચ્યા હોત તો આજે તે 1 લાખ રૂપિયાની વેલ્યુ વધીને 50 લાખ રૂપિયાથી પણ વધુ થઇ ગઇ હોત. બે વર્ષથી પણ ઓછાં સમયમાં આ રીટર્ન ખરેખર ચોંકાવનારું જ છે. આ શેરનો 52 વીકનો લો 160 રૂપિયા અને હાઇ 1670 રૂપિયા છે.

એક્સપ્રો ઇન્ડિયાના શેરે શરૂઆતથી અત્યાર સુધી 6300 ટકાથી પણ વધુનું રિટર્ન આપ્યું છે. આ શેર 10મી જાન્યુઆરી, 2003ના રોજ બજાર પર લિસ્ટ થયો હતો. તે સમયે તેની કિંમત 15.73 રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp