બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર પદ પર એપ્લાય કરવાનો રઘુરામ રાજને કર્યો ઇનકાર

PC: etimg.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રહી ચૂકેલા રઘુરામ રાજન બેંક ઓફ ઈંગ્લેન્ડમાં આ પદ માટે એપ્લાય કરશે નહીં. રાજને સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક શિક્ષક છે અને શિકાગો યુનિવર્સિટીમાં તેમની પાસે સારી નોકરી છે. રાજને કહ્યું હતું કે તે બેંકર નથી, આથી તેમનું હાલમાં યુનિવર્સિટીની નોકરી છોડવાનું બિલકુલ મન નથી.

2019મા ખાલી થશે પદ

જૂન 2019મા બેંક ઓફ ઈંગ્લેન્ડનું ગવર્નર પદ ખાલી થશે. હાલ અહીંયાં માર્ક કાને ગવર્નર છે, જે પહેલા કેનેડાની સેન્ટ્રલ બેંકમાં પ્રમુખ પદ પર હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રિટનની સરકાર આ પદ માટે ઉમેદવાર શોધી રહી છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડના ત્રણ સદીના ઈતિહાસમાં 2013મા પહેલી વખત તેમણે વિદેશી ગવર્નરના રૂપમાં આ પદ સંભાળ્યું હતું. હવે તેના ઉચ્ચ સ્તરના અધિકારી માટે વૈશ્વિક સ્તર પર શોધખોળ ચાલી રહી છે. એટલે કે આ વખતે ફરી એક વખત વિદેશી અર્થશાસ્ત્રીને તેની કમાન મળી શકે છે. આ સમયે શિકાગોમાં રહેનાર રાજનને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp