કોરોના છતા દેશનો વિકાસ દર 10.5 ટકા રહેવાનો અંદાજ મૂકે છે RBI

PC: patrika.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શકિતકાંત દાસે પ્રથમ નાણાકીય નીતિની સમીક્ષામાં કોરોનાની અસર વચ્ચે પોલીસીને બેલેન્સ કરવાની કોશિશ કરી છે.તેમણે કહ્યું કે ચાલું નાણાંકીય વર્ષમાં GDP ગ્રોથ 10.5 ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાંકીય વર્ષ 2021-2022 માટે રજૂ કરેલી પ્રથમ નાણાંકીય નીતિ સમીક્ષામાં સામાન્ય માણસને કોઇ રાહત મળી હોય તેવું દેખાતું નથી.RBIએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. તો બીજી તરફ નાણાંકીય વર્ષ 2021-22માં GDPમાં 10.5 ટકાના ગ્રોથનો અંદાજ મુકવામાં આવ્યો છે.

RBIના ગર્વનરના જણાવ્યા અનુસાર વૈશ્વિક આર્થિક રિકવરી માટે રસીકરણ અને તેની અસરકારતા નિર્ણાયક છે. રિર્ઝવ બેંકે રેપો રેટમાં 4 ટકા, રિવર્સ રેપો પેટ 3.35 ટકા અને બેંક રેટને 4.25 ટકા પર યથાવત રાખ્યા છે. મતલબ કે આમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.ગર્વનરે કહ્યું કે સતત વૃદ્ધિ માટે જયાં સુધી જરૂરિયાત હશે ત્યાં સુધી પોલીસીને ઉદાર રાખવામાં આવશે. જેને લીધે આવનારા સમયમાં વ્યાજના દરો ઘટાડવાની જગ્યા રહેશે.

કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેકસ ઇન્ફલેશનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બદલાવ કર્યો છે. RBI તરફથી જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં CPI ઇન્ફલેશન 5 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જયારે 2021-22ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં આ અંદાજ 5.2 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.4 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 5.1 ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે 31 માર્ચ 2021ના દિવસે કહ્યું હતું કે સરકારે  આગામી 5 વર્ષ માટે ફુગાવાના લક્ષ્યાંકને અનુક્રમે 2 ટકા અને  6 ટકા નીચલા અને ઉપલા ટોલરન્સ લેવલ સાથે  4 ટકા જાળવી રાખવાનું વચન આપ્યું છે. આ લેવલ  2021 માર્ચથી 2026 માર્ચ સુધી રહેશે.

ગર્વનર શકિતકાંત દાસે આપેલા નિવેદનમાં જણાવાયું છે કે કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે રાજય સરકારો દ્રારા કેટલાંક કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેને કારણે ઘરેલું વિકાસમાં થોડી અડચણ આવી શકે છે. ગર્વનરે વધુમાં કહ્યું છે કે આવા સંજોગોમાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પુરતી પ્રવાહિતા સાથે બજારને ટેકો આપતી રહેશે. તેમણે કહ્યું કે બધી નાણાંકીય સંસ્થાઓને રૂપિયા 50,000 કરોડની નવી લોન આપવામાં આવશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp