જાણો, અદાણીને ડુબાડનાર હિંડનબર્ગ એક રિપોર્ટ દ્વારા કંઈ રીતે કરે છે અબજોની કમાણી

PC: globenewsinsider.com

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને મોટા ખુલાસા કર્યા છે. તેણે આરોપ લગાવ્યો કે, અદાણી ગ્રુપના શેર ઓવરપ્રાઈઝ્ડ છે. તેણે અદાણી ગ્રુપના ખાતાઓમાં ગડબડીને લઈને પણ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખુલાસા બાદ અદાણી ગ્રુપના શેરોમાં વેચાણ તરફી વલણ હાવી છે. અદાણી ગ્રુપના શેર સતત નીચે જઈ રહ્યા છે. માર્કેટ કેપમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટે અદાણીના માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ કરતા વધુનું નુકસાન પહોંચાડ્યું છે. એવામાં એ જાણવું પણ રસપ્રદ છે કે આખરે પોતે તે કંપનીની કમાણી કઈ રીતે થાય છે? હિંડનબર્ગની કમાણીનો સ્ત્રોત શું છે? કઈ રીતે એક રિપોર્ટથી આ રિસર્ચ ફર્મ અબજોની કમાણી કરી લે છે?

હિંડનબર્ગ એક શોર્ટ સેલિંગ કંપની છે. તે એક ઈન્વેસ્ટમેન્ટ કંપની પણ છે. કંપનીની પ્રોફાઈલ અનુસાર, આ રિસર્ચ ફર્મ એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે. હવે શોર્ટ સેલરને સમજવા માટે પહેલા સમજો કે શોર્ટ સેલિંગ શું હોય છે. કંપનીએ સ્પષ્ટરીતે કહ્યું છે કે, તે એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર કંપની છે. કોઈ શેરને ઓછાં ભાવમાં ખરીદીને તેના ભાવ વધવા પર ઊંચા ભાવમાં વેચવા, શેરબજારમાં કમાણીનો હિટ ફોર્મ્યુલા માનવામાં આવે છે. કારોબારની દુનિયામાં તેને લોકો પોઝિશન કહે છે. આ રીત નિવેશક ત્યારે અપનાવે છે, જ્યારે બજાર વધવાની સંભાવના હોય છે.

તેનાથી ઉલટ જ્યારે મંદી અથવા કોઈ કંપનીના શેરમાં ઘટાડાનો અંદેશો હોય તો શોર્ટ પોઝિશનની રીત અપનાવવામાં આવે છે. એટલે કે જ્યારે નિવેશકને લાગે છે કે આવનારા દિવસોમાં આ કંપનીના શેર ઘટશે અને તેનાથી ફાયદો થશે, તો તેઓ શોર્ટ સેલિંગની રીત અપનાવે છે. હવે જે એક્ટિવિસ્ટ શોર્ટ સેલર હોય છે, તેઓ નિવેશકો વિશે વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કંપની ઓવરવેલ્યૂડ અથવા દેવામાં ડૂબી છે. જે કંપની પર શોર્ટ સેલર ફોકસ કરે છે, તેના વિશે વારંવાર દેવા અને ઓવર પ્રાઈઝિંગ અથવા ગડબડની સંભાવના વ્યક્ત કરે છે. ઘણીવાર તે કંપનીના શેર ધડામ થઈ જાય છે અને તેનો નફો આ શોર્ટ સેલિંગ કંપનીઓને થાય છે.

હિંડનબર્ગ પણ આ પ્રકારે જ કમાણી કરે છે. હિંડનબર્ગે અમેરિકામાં અદાણી કંપનીના બોન્ડની શોર્ટ પોઝિશન લીધી છે અને તેના વિશે તેમણે પોતે જાણકારી આપી છે. હિંડનબર્ગે અદાણીના શેરોની શોર્ટ પોઝિશન લીધા બાદ આ રિપોર્ટ કાઢ્યો છે. તેને ઉદાહરણ સાથે જો સમજીએ તો, માની લો કોઈ શોર્ટ સેલરને આશા છે કે કોઈ શેરના ભાવ ઘટવાના છે તો બ્રોકર પાસેથી શેર ઉધાર લઈને તેને બીજા નિવશકોને વેચી દેશે. આ મોંઘા અને સસ્તાની વચ્ચેનો નફો શોર્ટ સેલરનો હશે.

અદાણી પહેલી કંપની નથી, જેને લઈને હિંડનબર્ગે રિપોર્ટ આપ્યો છે. આ પહેલા પણ તે ઘણી મોટી કંપનીઓ વિરુદ્ધ આવા રિપોર્ટ જાહેર કરી ચુક્યુ છે. આ કંપની કોઈપણ કંપનીને ટાર્ગેટ કરીને તેમા ગડબડો શોધે છે. આ રિપોર્ટના કારણે જ્યારે કંપનીના શેર ઘટી જાય છે તો તે તેને ખરીદીને નફો કમાય છે. હિંડનબર્ગના રિપોર્ટના કારણે અદાણીના શેર 25 ટકા સુધી ઘટી ગયા છે. અદાણી ગ્રુપના નેગેટિવ રિપોર્ટ પહેલા પણ ઘણી કંપનીઓ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરી ચુક્યુ છે. વર્ષ 2020માં આશરે 16 રિપોર્ટ જાહેર કર્યા હતા. આ રિપોર્ટના કારણે કંપનીઓના શેરોમાં સરેરાશ 15 ટકાનો ઘટાડો આવ્યો હતો. હિંડનબર્ગે Nikola, SCWORX, Genius Brand, Ideanomic, વિંસ ફાયનાન્સ, જીનિયસ બ્રાન્ડ્સ, SC Wrox, એચએફ ફૂડ, બ્લૂમ એનર્જી, Aphria, ટ્વિટર ઈંક જેવી કંપનીઓ વિરુદ્ધ રિપોર્ટ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp