રંગવાળી કે ફાટેલી નોટ બદલાવી છે? જાણો કે બેંક કેવી નોટ સ્વીકારશે અને કેવી નહીં..

PC: news18.com

જો તમારી પાસે રંગવાળી કે ફાટેલી નોટ છે તો ખૂબ સરળતાથી તમે બેંકમાં જઈને આ નોટોને બદલી શકો છો. કોઈ પણ બેંક આ નોટ બદલવાની ના પાડી શકશે નહીં. જો કે તમે તમારી નોટને લઈને કેટલીક વાતોનું ધ્યાન ન રાખ્યું તો તમારી નોટ રદ્દ પણ થઈ શકે છે.

જણાવી દઈએ કે અમે નકલી નોટોની વાત નથી કરી રહ્યા. તમારી પાસે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી આવેલી આ તમામ નોટો નવી હશે, પણ તમારી એક ભૂલ તેને નકામી બનાવી દેશે. RBIએ ગયા વર્ષે 3 જૂલાઈના રોજ એક સરક્યુલર બહાર પાડ્યો હતો, જેમાં બેંક કઈ નોટનો સ્વીકાર કરી શકશે અને કઈ નોટને રદ્દ કરી શકશે તે વિશે માહિતી આપવામાં આવી હતી. જો તમારી પાસે રહેલી નોટ મેલી થઈ ગઈ છે કે ફાટી ગઈ છે, પણ તેના પર હજી જરૂરી માહિતી દેખાઈ રહી છે તો તમે આવી નોટોને બેંકમાં જઈ બદલાવી શકો છો.

આ નોટ માન્ય ગણવામાં આવશે નહીં.

સર્ક્યુલર પ્રમાણે જો કોઈ નોટ પર રાજનૈતિક સ્લોગન લખેલું હશે તો તે નોટ સ્વીકારવામાં આવશે નહીં. તેને કોઈ પણ બેંક માન્ય ગણશે નહીં. RBIએ પોતાના સર્ક્યૂલરમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નોટને લિગલ ગણવામાં આવશે નહીં. આવી નોટોને દેશની એક પણ બેંક માન્ય ગણશે નહીં.

  • રંગવાળી નોટ: ગયા વર્ષે માર્ચ મહિનામાં વોટ્સ અપ પર એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી બેંકો રંગવાળી નોટોને લઈ રહી નથી. RBIએ જણાવ્યું હતું કે કોઈ પણ બેંક આ નોટોને લેવાની મનાઈ કરી શકે નહીં. આ સાથે તેમણે લોકોને વિનંતી કરી હતી કે નોટોને ખરાબ કરો નહીં.

 

  • જાણીજોઈને ફાડી નાખવામાં આવેલી નોટ: સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ હતું કે બેંક એવી કોઈ પણ નોટનો સ્વીકાર નહીં કરશે કે જે જાણી-જોઈને ફાડી નાખવામાં આવી હોય. RBIએ જણાવ્યું હતું કે આવી નોટોની ઓળખ કરવી હાલમાં ખૂબ મુશ્કેલ છે, પણ તેને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડી જાય છે.

સર્ક્યૂલર પ્રમાણે બેંકોએ એવી નોટો પણ બદલવી પડશે જેના બે ભાગ થઈ ગયા હોય. પણ આ નોટ પર જરૂરી જાણકારી હોવી જોઈએ. બેંકોએ એવી નોટોનો પણ સ્વીકાર કરવો પડશે જે ચોંટાડવામાં આવી હોય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp