શું મુકેશ અંબાણી ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે?
.jpg)
રિલાયન્સ Jio ઇન્ફોકોમ પોતાની ક્રિપ્ટોકરન્સી Jio કોઇન લાવવાની તૈયારી કરી રહ્યું છે.મુકેશ અંબાણીના Jio પ્લેટફોર્મ તાજેતરમાં ઇન્ટરનેટ ટેક્નોલોજી કંપની પોલીગોન લેબ્સની સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી એ પછી Jio કોઇનની ચર્ચાએ ઇન્ટરનેટ પર તરખાટ મચાવી દીધો છે. આ વાત એવા સમયે આવી છે જ્યારે દુનિયા અને ભારતમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર કે ગેરકાયદેસર છે તેનો વિવાદ ચાલી રહ્યો છે.
બિટનીંગ કંપનીના CEO કશીફ રજાએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, દુનિયાની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની રિલાયન્સ Jioએ હમણાં જ Jio કોઇનની સત્તાવાર જાહેરાત કરીને ક્રિપ્ટો વર્લ્ડને ચોંકાવી દીધું છે.
જો કે લાયન્સ Jio ઇન્ફોકોમ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp