112 અબજ ડોલર સાથે એમેઝોનના માલિક બેઝોસ પૃથ્વી પર સૌથી ધનવાન વ્યક્તિ

PC: gujaratsamachar.com

 ફોર્બ્સ દ્વારા વર્લ્ડ મિલિયોનેર લિસ્ટ 2018 બહાર પાડવામાં આવ્યું છે. વિશ્વના ધનપતિઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વિશ્વમાં પ્રથમ ક્રમે હવે બિલગેટ્સની જગ્યાએ એમેઝોન કંપનીના માલિક જૈફ બેઝોસને સ્થાન મળ્યું છે. બેઝોસ પાસે કુલ 112 અબજની સંપત્તિ છે. ભારતમાં નંબર વન પર મુકેશ અંબાણીને સ્થાન મળ્યું છે જ્યારે વૈશ્વિક લિસ્ટમાં તેમનો 19મો નંબર છે.

કેવી રીતે પહોંચ્યા નંબર-વન પર? 

આ વર્ષે એમેઝોન કંપનીના માલિક વિશ્વના સૌથી ઘનવાન વ્યક્તિમાં સ્થાન પામ્યા છે. તેમણે 1994માં ઓનલાઈન વેચાણનો બિઝનેસ કરવા માટે એમેઝોન નામની કંપનીની સ્થાપના કરી હતી, ત્યારે તેમણે તેમની પ્રોડક્ટ ફક્ત પુસ્તકો સુધી જ સિમિત રાખી હતી. પછી માંગ વધતા ધીમે-ધીમે તેમણે પુસ્તકોની સાથે ગારમેન્ટ્સ અને જ્વેલરીની પણ શરૂઆત કરી. આજે એમેઝોન પર દરેક વસ્તુઓ મળે છે. ગયા વર્ષે  બેઝોસની સંપતિ 73 અબજ ડોલર હતી અને ફક્ત એક જ વર્ષમાં મેક્સિમમ પબ્લિક ડિમાન્ડને લીધે  તેમની સંપતિમાં 39 અબજ ડોલરનો વધારો થયો છે. આજે તેમની સંપતિ 100 અબજ ડોલર છે અને આટલી સંપતિ સાથે તેમનો વિશ્વના સૌથી વધારે એક માત્ર ધનવાન વ્યક્તિમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની કુલ સંપતિ અમેરીકાના 23 લાખ લોકોની આવક બરાબર ગણી શકાય.

મુકેશ અંબાણી ભારતમાં 40.1 અબજ ડોલરની સંપતિ સાથે સૌથી વધારે ધનવાન વ્યક્તિમાં નોંધાયા છે. 2016થી સતત અત્યાર સુધી મુકેશ અંબાણી દર વખતે પ્રથમ સ્થાન પર આવે છે. કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં જોડાયા પછી તેમની સંપત્તિમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp