રોજના 30 રૂપિયાનું રોકણ કરવાથી બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

PC: conceptodefinicion.de

અમીર બનવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ જો તમે તમારા ભવિષ્ય અંગેનું યુવાનીના સમયથી નહીં વિચારો તો શક્ય છે તમારી અમીર બનાવની ઇચ્છા પૂર્ણ થઈ શકશે નહીં. પરંતુ જો તમે હજુ યુવાન હોવ તો તમે માત્ર 30 રૂપિયા રોજના બચાવીને કરોડપતિ બની શકો છો. લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તમારા નાનકડા રોકાણને મોટું બનાવી દે છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે રોજના 30 રૂપિયા બચાવીને તમે કરોડપતિ બની શકો છો...

જો તમે 20 વર્ષના હોવ તો રોજના 30 રૂપિયા બચાવીને તમે મહિનાના 900 રૂપિયા બચાવી શકો છો અને દર મહિનાના આ 900 રૂપિયાને તમે સીસ્ટમેટીક ઈનવેસ્ટમેન્ટ પ્લાન(SIP) દ્વારા કોઈ પણ ડાયવર્સીફાઈડ મ્યુચ્યલ ફંડમાં રોકી શકો છો. અહીં રોકાણની સાથે જ ચક્રવૃદ્ધિ વ્યાજ તમારા માટે કામ કરવા લાગે છે.

દાખલા તરીકે એક યુવાન રોજના 30 રૂપિયા બચાવે છે અને મહિનાના અંતમાં તે 900 રૂપિયા મ્યુચ્યલ ફંડમાં રોકે છે. મ્યુચ્યલ ફંડ વર્ષના સરેરાશ 12.5 ટકાથી વધુ રિટર્ન આપે છે. જો તે યુવાન આ 30 રૂપિયાની બચત 40 વર્ષ સુધી ચાલુ રાખશે તો 60 વર્ષની ઉંમર સુધી પહોંચતા તે કરોડપતિ બની જશે.

જરૂરી નથી કે તમારી ઉંમર વધુ છે તો તમે આ રોકાણ કરી શકો નહીં. પરંતુ ઉંમરના હિસાબે તમારી રોજની બચાવવાની રકમમાં વધારો થશે. માટે આજથી જ સેવિંગ કરવાનું ચાલું કરી દો જેથી તમને તમારા વૃદ્ધાવસ્થાના સમયે કોઈના સહારાની જરૂર નહી પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp