સરકાર RBI સાથે મળીને ઉદ્યોગોની માંગ પર કામ કરી રહી છે: નાણામંત્રી

PC: twitter.com/nsitharaman

 

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે, સરકાર RBI સાથે મળીને કોવિડ-19ના કારણે પડેલા પ્રભાવને ધ્યાનમાં રાખીને લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે ઉદ્યોગો દ્વારા કરવામાં આવી રહેલી માંગ પર કામ કરી રહી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક (NECM)માં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, રિસ્ટ્રક્ચરિંગની કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

નાણાં મંત્રાલય સક્રિય રીતે RBI સાથે આ બાબતે જોડાયેલું છે. સૈદ્ધાંતિક રીતે, રિસ્ટ્રક્ચરિંગની જરૂર પડી શકે છે તેવા વિચારને સારી રીતે ધ્યાને લેવામાં આવ્યો છે. વ્યાપારી સોદાઓમાં આદાનપ્રદાન પર ભાર મૂકતા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જે દેશો સાથે આપણે આપણા બજારો મુક્ત કર્યા છે તેમની સાથે આદાનપ્રદાન કરારો કરવામાં આવી રહ્યા છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ અને અન્ય ઉત્પાદનો પર GST દર ઘટાડવાનો નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp