25 બેંકોના NPA, પ્રજાના રૂપિયા ધનવાનોની લોનમાં ગયા

PC: amarujala.com

દેશની બીજા નંબરની સૌથી મોટી પંજાબ નેશનલ બેંકમાં થયેલા નીરવ મોદી (વિજય માલ્યા-2)ના કૌભાંડ પછી ભારતની અન્ય બેંકોમાં મોટા કૌભાંડો બહાર આવે તેવી સંભાવના છે. 11500 કરોડના આ કૌભાંડને પણ ટપી જાય તેવા એનપીએના અબજો રૂપિયાના કૌભાંડો સામે આવે તેમ છે.

ભારતની બેંકોનું એનપીએ સતત વધી રહ્યું છે. આ એનપીએને સરભર કરવા બેંકોએ તેમના સામાન્ય થાપણદારો અને હોમલોન જેવી નાની લોન લેતાં એકાઉન્ટ હોલ્ડરો ઉપર સકંજો કર્યો છે પરંતુ મોટા કૌભાંડો કરનારા વિજય માલ્યા અને નીરજ મોદી વિદેશ ભાગી ગયા છે.

ભારતની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં 2416 કરોડની ખોટ કરી છે ત્યારે બીજી મોટી પંજાબ નેશનલ બેંકમાં આ કૌભાંડ થયું છે. વિજય માલ્યાનું તો 9000 કરોડનું કૌભાંડ હતું પરંતુ આ બેંકનું 10500 કરોડનું છે.

છેલ્લા ચાર વર્ષમાં ભારતીય બેંકોની એનપીએ રોકેટગતિએ વધી છે. માર્ચ-2014માં બેંકોનું કુલ એનપીએ 204249 કરોડ હતું જે જૂન 2017માં વધીને 829338 કરોડ થયું છે. ચાર ગણું એનપીએ સરકારની મોદી સરકાર દોષનો ટોપલો યુપીએ શાસન પર ઢોળી રહી છે.

બેંકોની એનપીએના આંકડા (કરોડમાં)....

એસબીઆઇ 188068
પીએનબી 57721
બીઓઆઇ 51019
આઇડીબીઆઇ 50173
બીઓબી 46137
આઇસીઆઇસીઆઇ 43148
કેનેરા 37658
યુબીઆઇ 37286
આઇઓબી 35453
સેન્ટ્રલ બેંક 31398
યુકો બેંક 25054
ઓબીસી 24409
એકસીસ 22031
કોર્પોરેશન બેંક 21713 કરોડ
અલ્હાબાદ બેંક 21032
સીન્ડીકેટ બેંક 20184
આંધ્ર બેંક 19428
બીઓએમ 18049
દેના બેંક 12994
યુનાઇટેડ બેંક 12165
ઇન્ડિયન બેંક 96053
એચડીએફસી બેંક 7243
વિજયા બેંક 6812
પંજાબ એન્ડ સિંધ 6693
જે.કે.બેંક 5641

25 બેંકોની આ યાદી જણાવે છે કે પ્રજાના પૈસા કઇ રીતે લોન તરીકે ધનવાનોને આપી દેવામાં આવ્યા હતા. બેંકોને પાછા ન અપાયા એટલે એનપીએમાં નાખી દેવાયા છે. એનપીએની પોલ ખુલશે તો હજારો કરોડના કૌભાંડો સામે આવશે. જે લોકસભાની ચૂંટણી દરમિયાન સરકારને મુશ્કેલીમાં મૂકશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp