PNB કૌભાંડ: નીરવ મોદી ફરાર, સુરત, મુંબઈ, દિલ્હીમાં દરોડા

PC: ndtv.com

પંજાબ નેશનલ બેન્કમાં દેશનું સૌથી મોટું કૌભાંડ થયું છે. PNBનું આ કૌભાંડ અંદાજે 11000 કરોડ રૂપિયા કરતા વધારાનું છે. PNBની મુંબઈ સ્થિત બ્રાન્ચમાં 1.8 લાખ અરબ ડોલરની છેતરપિંડી બહાર આવી છે. બેન્ક તરફથી શેરબજારમાં સુપરત કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં આની જાણકારી આપવામાં આવી છે. આ કૌભાંડમાં બિઝનેસમેન નીરવ મોદીનું નામ ખુલ્યું છે. નીરવ મોદી દેશ છોડીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. PNBનાં 10 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. PNBએ કહ્યું છે કે કેટલાક એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો કરાવવા માટે ટ્રાન્ઝેક્શન કરાયા છે. આ ટ્રાન્ઝેક્શનના આધારે ક્સ્ટમર્સને અન્ય બેન્કોએ વિદેશમાં લોન આપી છે. કૌભાંડ ખુલ્લું થતા PNBનાં શેર કડડડભૂસ થઈ ગયા છે અને 10 ટકાનો ઘટાડો થયો છે.

કેન્દ્રીય એજન્સીએ નીરવ મોદી, તેમના ભાઈ નિશાલ, પત્ની એમી અને મેહુલ ચોકસીના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ડાયમંડ, સોલાર એક્પોર્ટ્સ, અને સ્ટેલર ડાયમંડ વગેરેમાં તમામની હિસ્સેદારી છે. સીબીઆઈના બે અધિકારીઓના ઘરે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

નીરવ મોદી અને તેની પત્ની પર મની લોન્ડ્રીંગની સોટી પણ ચાલી છે. ઈડીએ PNBના અનુસંધાને નીરવ મોદી અને વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે. આ કેસ સીબીઆઈની એફઆઈઆરને લઈ કરાયો છે. 

નાણાં મંત્રાલયે PNB કૌભાંડ અંગે તમામ આશંકાઓને ફગાવી દીધી છે અને કહ્યું મામલો નિયંત્રણમાં છે અને સમય પ્રમાણે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.
ઈડીએ જ્વેલર અને બિઝનેસમેન નીરવ મોદીના ત્રણ સ્થળો પર રેડ કરી હતી. આ રેડ સુરત, મુંબઈ અને દિલ્હીમાં કરવામાં આવી હતી. નીરવ મોદી ફોર્બ્સની ભારતીય બિઝનેસમેનની અધિક સંપત્તિની યાદીમાં સામેલ છે. આ પહેલા બેન્ક ઓફ બરોડામાં પણ આવા જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો, જેમા 6 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp