પ્રિયંકા-નિક છે કરોડોના માલિક, નેટ વર્થ જાણી હોંશ ઊડી જશે

PC: s1.r29static.com

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ મોસ્ટ ટ્રેડિંગ કપલ્સમાંથી એક છે. ડિસેમ્બર 2018માં તેમણે લગ્ન કર્યા. હાલમાં જ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પતિની સરનેમ હટાવી તો ઘણી બબાલ થઇ કે બંને ડિવોર્સ લઇ રહ્યા છે. જોકે આ એક અફવા છે. પ્રિયંકાએ ત્યાર પછી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે નિક અને તેના ભાઈઓની મજાક ઉડાવી રહી છે. પ્રિયંકા ભારતની સાથે વિદેશમાં પણ સફળ અભિનેત્રી છે. તો પતિ નિક પણ સફળ સિંગર અને એક્ટર છે.

ફોર્બ્સ ઈન્ડિયાની 2019 સેલિબ્રિટી 100ની લિસ્ટમાં પ્રિયંકાએ 23.4 કરોડ રૂપિયાની વાર્ષિક આવકની સાથે 14મુ સ્થાન હાંસલ કર્યું હતું. આ પૈસા મુખ્ય રીતે બે ફિલ્મો સ્કાઇ ઈઝ પિંક અને ઈઝંટ ઈટ રોમાન્ટિક ફિલ્મથી આવ્યા છે.

હોલિવુડમાં કરિયર

પ્રિયંકા ચોપરાનું હોલિવુડ કરિયર પણ ટોપ પર છે. ફિલ્મ બેવૉચ અને અમેરિકન ટીવી શો ક્વોંટિકોમાં તેણે કામ કરી દુનિયાભરમાં નામના મેળવી છે. ક્વોંટિકોના એક એપિસોડ પર પ્રિયંકા 3 કરોડ રૂપિયા ફી લેતી હતી. તો પ્રિયંકા મેટ્રિક્સ-4માં પણ જોવા મળશે. જે 22 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થવાની છે. 

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરા જોનસ કોઇ પણ સ્ટેજ પરફોર્મેંસ માટે લગભગ 4-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બોલિવુડ કરિયરની વાત કરીએ તો પ્રિયંકા પ્રત્યેક ફિલ્મે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જેનાથી તે બોલિવુડમાં સૌથી વધારે પૈસા લેતી અભિનેત્રી બની છે.

બ્રાંડ અને ઈન્સ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટ કરવા પર પીસી 1.80 કરોડ ચાર્જ કરે છે. ન્યૂયોર્કમાં તેણે પોતાની સોના નામની રેસ્ટોરાં પણ ખોલી છે. 

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

 
View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

નિક જોનસની સંપત્તિ

નિક જોનસે બેંડ ગ્રુપ જોનસ બ્રધર્સથી કરિયરની શરૂઆત કરી છે. 2013માં નિકે સોલો મ્યુઝિકમાં હાથ અજમાવેલો. એક્ટર અને સિંગર નિક જોનસના ગીતો મ્યુઝિક ચાર્ટમાં ટોપ પર રહે છે. તો નિક ટકીલા બ્રાન્ડ વીલા વનનો પણ ઓનર છે. નિક જોનસની કુલ કમાણી 50 મિલિયન ડૉલર છે. લગ્ન પછી પ્રિયંકા અને નિકે લોસ એંજલિસમાં 144 કરોડનું ઘર ખરીદ્યું, જે 20000 સ્ક્વેર ફૂટમાં બન્યું છે. પ્રિયંકા રોકાણકાર પણ છે. તેણે ડેટિંગ એપ બંબલમાં રોકાણ કર્યું છે. પાવર કપલની પાસે લગ્ઝરી કારોનું કલેક્શન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp