રઘુરામ રાજનની ચેતવણી- 6000 ક્રિપ્ટોકરન્સીમાંથી અમુકનું જ અસ્તિત્વ બચશે

PC: indianexpress.com

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ક્રિપ્ટોકરન્સીને લઇ લોકોને ચેતવ્યા છે. તેમણે Cryptocurrencyની તુલના ચિટ-ફંડ સાથે કરતા કહ્યું કે, દુનિયામાં ચાલી રહેલી લગભગ 6000માંથી અમુક જ Cryptocurrencyનું અસ્તિત્વ રહેશે. એક કાર્યક્રમમાં રાજને Cryptocurrencyને લઇ લોકોની વચ્ચે ક્રેઝની તુલના નેધરલેન્ડના ટ્યુલિપ મેનિયા સાથે કરી. તેમણે કહ્યું કે લોકો સામાન્ય રીતે બે કારથી ક્રિપ્ટોકરન્સી ખરીદે છે. પહેલું કારણ છે કે લોકોને આવનારા સમયમાં તેની વેલ્યૂ વધવાની આશા છે અને બીજુ કારણ છે કે ક્રિપ્ટોથી પેમેન્ટ કરી શકાય છે.

પૂર્વ ગવર્નરે એક ટીવી ચેનલ સાથે વાત કરતા સવાલ ઉઠાવ્યો કે શું વાસ્તવમાં પેમેન્ટ કરવા માટે લોકોને 6000 Cryptocurrencyની જરૂર છે. ખરેખર જો આ ટેક્નોલોજી વાસ્તવમાં આટલી ઉપયોગી થઇ કે આ રોકડ અને કરન્સીનું સ્થાન લઇ શકે, ત્યારે પણ એક કે બે જ Cryptocurrency પેમેન્ટના કારણે બચેલી રહેશે. આનાથી એજ જાણ થાય છે કે મોટાભાગની ક્રિપ્ટોકરેંસનું અસ્તિત્વ રહેશે નહીં.

રઘુરામ રાજને Cryptocurrencyની તુલના અનરેગુલેટેડ ચિટ ફંડથી કરતા કહ્યું કે, આના લીધે પણ એવી જ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. જો કોઇપણ વસ્તુની વેલ્યૂ માત્ર એ કારણથી છે કે આવનારા સમયમાં વેલ્યૂ વધી શકે છે તો વાસ્તવમાં આ બબલ છે.

RBIના પૂર્વ ગવર્નરે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સરકાર દરેક ખાનગી Cryptocurrency પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહી છે. અમુક અપવાદોને છોડી દરેક ખાનગી Cryptocurrency પર અકુંશ લગાવવા માટે સરકાર સંસદના આવનારા સત્રામાં બિલ લાવવાની છે. સંસદનું આવનારું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે.

દેશની લગભગ 8 ટકા વસ્તીએ ઘણા પ્રકારની ડિજિટલ કરન્સીમાં રોકાણ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં જેટલા લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે, તે ભારતની વસ્તીના લગભગ 8 ટકા છે. આ રોકાણકારોએ આશરે 70 હજાર કરોડ રૂપિયા હાલમાં દુનિયાભરમાં જાણીતી બનેલી અલગ-અલગ ડિજિટલ કરન્સીમાં રોકાણ કર્યા છે. તેવામાં જો ભારત સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લે, તો 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને બેઠેલા ભારતીયો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, 2009માં લોન્ચ કર્યા પછી 2013 સુધી માત્ર બિટકોઈન જ એકમાત્ર ડિજિટલ કરન્સી તરીકે ચલણમાં હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp