ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થાઃ રઘુરામ રાજન

PC: indianexpress.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશની આર્થિક વ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, વધતી નાણાકીય ખોટ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને એક ખૂબ જ ચિંતાજનક અવસ્થા તરફ ધકેલી રહી છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ઓપી જિંદલ લેક્ચર દરમિયાન રઘુરામ રાજને આ ચિંતા વ્યક્ત કરી હતી

તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાના ગંભીર સંકટનું કારણ અર્થવ્યવસ્થાને લઇને દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા છે. છેલ્લા કેટલાય વર્ષોથી સારું પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સ્તર પર સુસ્તી આવી છે. વર્ષ 2016ના પહેલા ત્રીમાસિકમાં વિકાસ દર 9% હતો.

ભારતીય અર્થવ્યવસ્થા સુસ્તીના સમયમાંથઈ પસાર થઇ રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રીમાસિકમાં વિકાસ દર છ વર્ષના નીચલા સ્તર પર 5%એ પહોંચી ગયો છે અને બીજા ત્રીમાસિકમાં આ 5.3%ની આસપાસ રહેવાની આશા છે. મુશ્કેલીઓની શરૂઆત ક્યાંથી થઇ તે અંગે ચર્ચા કરતા રઘુરામ રાજને કહ્યું હતું કે, પહેલા આ મુશ્કેલીઓનું સમાધાન ન કરવામાં આવ્યું. ખરેખર પ્રોબ્લેમ એ છે કે, ભારત વિકાસના નવા સ્ત્રોતોની ઓળખ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ભારતના નાણાકીય સંકટને એક લક્ષણના રૂપમાં જોવાવું જોઇએ, નહિ કે મૂળ કારણના રૂપમાં. તેમણે વિકાસ દરમાં આવેલા ઘટાડા માટે ઇન્વેસ્ટમેન્ટ,  વપરાશ અને નિકાસમાં ઘટાડો તથા NBFC ક્ષેત્રમાં સંકટને જવાબદાર ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp