દેશની તમામ બેન્કોને RBIનો આદેશ, નહીં વસૂલી શકાય હવેથી આ ચાર્જિસ

PC: news.bitcoin.com

નવા વર્ષે બેન્ક સાથેની લેવડદેવડમાં ગ્રાહકોને થોડી રાહત મળે એવા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2020થી ગ્રાહકો પાસેથી લેવામાં આવતો NEFTના માઘ્યમથી થતી લેવડદેવડ પર લેવામાં આવતો ચાર્જ બેન્ક નહીં લઈ શકે. એટલે કે NEFTથી કરેલા વ્યવહાર માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. નોટબંધીના ત્રણ વર્ષ પૂરા થયાની વર્ષગાંઠ પર ડિજિટલ પ્રક્રિયાને વેગ આપવા માટે ભારતી રીઝર્વ બેન્કે આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ અને ટોલ ટેક્સની ચૂકવણી માટે ફાસ્ટ ટેગિંગના ઉપયોગ માટે પણ એક જરુરી વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆત કરી છે. ઓક્ટોબર 2018થી સપ્ટેમ્બર 2019 વચ્ચે કુલ નોન-કેશ રિટેલ પેમેન્ટમાં ડિજિટલ પેમેન્ટ પ્રોસિજરની ટકાવારી 96% રહી છે.

આ જ સમયગાળામાં National Electronics Fund Transffer અને UPI પ્રક્રિયાથી ક્રમશઃ રુ.252 કરોડ અને રૂ.874 કરોડની રકમ ટ્રાંસફર થઈ હતી. વાર્ષિક સમયગાળામાં ક્રમશઃ 20% અને 263 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેમેન્ટ સિસ્ટમમાં આવેલા પરિવર્તનથી થયેલી વૃદ્ધિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ આ પ્રકારને ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરે એ માટે સર્વોચ્ચ બેન્કે દેશની દરેક બેન્કોને આ પ્રકારનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત NEFTના માધ્યમથી કરવામાં આવેલી બચતખાતામાંથી ચૂકવણીની ઓનલાઈન પ્રક્રિયા ઉપર પણ કોઈ પ્રકારના ચાર્જિસ લેવામાં નહીં આવે.

આ ઉપરાંત બેન્કે કાર્ડથી થતા સરળ પેમેન્ટની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આજે દરેક બેન્ક કાર્ડથી પેમેન્ટ માટેની સગવડ આપે છે. તા.8 નવેમ્બરના રોજ સરકારે રુ.500 અને રુ.1000ની ચલણી નોટની નોટબંધી કરી દીધી હતી. જેના બદલે રુ.500 અને રુ.2000ની નવી નોટ બજારમાં મૂકી હતી. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને સરકાર તરફથી વેગ આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ કરીને ટોલનાકા પર કોઈ ટ્રાફિક ન થાય અને સરળતાથી બધાને પેલે પાર પ્રવેશ મળે એ માટે ફાસ્ટટેગિંગ સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે જેમાં ગ્રાહકે ટોલ ટેક્સના પૈસા ઓનલાઈન ચૂકવવાના જેથી સામે થોડું કમિશન મળી રહે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp