RBIએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધાર્યું કસ્ટમર પ્રોટેક્શન, હવે કરી શકાશે ફરીયાદ

PC: spjain.org

છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ડિજિટલ વ્યવહારોને વેગ મળ્યો છે પરંતુ તેની સાથે જ ફેઇલ ટ્રાન્ઝેક્શન અથવા અન્ય એડ્રેસ પર ફંડ ટ્રાન્સફર થલાની સમસ્યાઓ પણ વધી છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે તેની ક્રેડિટ પોલિસીમાં એક સ્કિમ બહાર પાડી છે. આરબીઆઇએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ઓમ્બુડ્સમેન સ્કિમનું અમલીકરણ થશે એમ જણાવ્યું છે. જે આ પ્રકારની સમસ્યાઓ પર એક્શન લેશે

આરબીઆઇએ બહાર પાડેલી તેની નવી પોલિસી અંગે જણાવ્યું છે કે, દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વધી રહ્યા છે તેથી ગ્રાહકોની ફરિયાદોને ઉકેલવાની જરૂર છે. બેંકે જણાવ્યું કે નાણાકીય વ્યવહાર માટે લોકો હવે ડિજિટલ માધ્યમનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને એક સંપૂર્ણ ખર્ચ-મુક્ત અને ઝડપી ફરિયાદ નિવારણ પદ્ધતિની આવશ્યકતા છે. જેનાથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવા માટે ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત કરી શકાય.

પોલિસીમાં જણાવાયું છે કે રિઝર્વ બેંકના અધિકારક્ષેત્રમાં આવનારી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને આવરી લેવા માટે ઓમ્બુડ્સમેન સ્કિમ લાગુ કરવામાં આવશે. જે ડિજિટલ ટ્રાંઝેક્શન માટે હશે. આ યોજનાની માહિતી જાન્યુઆરી 2019 સુધી આપી દેવાશે. આરબીઆઇ ઓમ્બુડ્સમેન સ્કિમ 2006માં લાવી હતી. જેના હેઠળ ગ્રાહકો વિવિધ પરિસ્થિતિઓમાં ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરી શકે છે. ઓમ્બુડ્સમેન - આરબીઆઈના ચીફ જનરલ મેનેજર અથવા જનરલ મેનેજરનો કોઈ અધિકારી હોય છે. એવી અપેક્ષા છે કે ડિજિટલ ઓમ્બુડ્સમેન સ્કિમ પણ આ પ્રકારે જ કામ કરશે. નોંધપાત્ર છે કે પોલિસીમાં ટોચની બેંકોના અંદાજ મુજબ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો અર્થ છે કે રેપો રેટમાં વધારો પણ નથી થયો અને ઘટાડો પણ નથી થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp