746 કરોડના રાઇટ ઓફ છતા SBIએ પંતજલિને આપ્યા 1200 કરોડ, ભૂષણ- સાથીઓના અચ્છે દિન

PC: jansatta.com

ભારતીય સ્ટેટ બેંકે એક શેરહોલ્ડરને આપેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ પર 746 કરોડ રૂપિયાના લેણાને રાઇટ ઓફ કરી દીધું . બેંક તરફથી ફાયનાન્સિશ્યલ યર 2019-20માં આ રાઇટ ઓફ કરી દેવામાં આવ્યું છે. પોતે, બેંકે પણ માન્યું કે આ લોન પર તેઓ એક પણ રૂપિયાની વસૂલી કરી શક્યા નથી. આ પહેલા ઈન્સોલ્વેંસી અને બેંકરપ્સી કોડ હેઠળ મંજૂર પ્લાન દ્વારા SBIએ 883 કરોડ રૂપિયાની વસૂલી કરવાની હતી. એક બાજુ બેંકે રુચિ યોસા પર બાકી રકમની વસૂલી કરી નહીં અને બીજી તરફ તે જ કંપનીના અધિગ્રહણ માટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને 1200 કરોડ રૂપિયાની લોન આપી છે.

એક રિપોર્ટને ટ્વીટર પર શેર કરતા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કરી, 746 કરોડ રૂપિયામાંથી ઝીરો રિકવરી અને રાઇટ ઓફ છતાં પણ SBIએ રુચિ સોયાને ખરીદવા માટે પતંજલિને 1200 કરોડ રૂપિયાની લોન આપી છે. નિશ્ચિતપણે સાથીઓના સારા દિવસો આવ્યા છે. આ માત્ર જનતાના રૂપિયા છે, તેમાંથી અમારા સાથીઓ પર ખર્ચ કેમ નહીં થવો જોઇએ.

બેંકોના કંસોર્ટિયમે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને રુચિ સોયાના અધિગ્રહણ માટે કુલ 3200 કરોડ રૂપિયાની લોન આપી છે. તેમાં સૌથી વધારે SBIએ 1200 કરોડ રૂપિયાની રકમ લોન તરીકે આપી છે. આ ઉપરાંત 700 કરોડ રૂપિયા પંજાબ નેશનલ બેંક, 600 કરોડ યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, સિંડિકેટ બેંક તરફથી 400 કરોડ રૂપિયા અને અલાહાબાદ બેંક તરફથી 300 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.

જણાવી દઇએ કે, રુચિ સોયા પર ઘણી બેંકોના કુલ 12,146 કરોડ રૂપિયાનું દેવું હતું. બેંકરપ્સી કોર્ટ સમક્ષ SBIના નેતૃત્વમાં બેંકોએ તેના માટે ક્લેમ કર્યો હતો. SBIના સૌથી વધારે 1800 કરોડ રૂપિયા બાકી હતા, જ્યારે SBI 883 કરોડ રૂપિયા વસૂલ કરવાની વાત કહી હતી. બીજા નંબરે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના 816 કરોડ રૂપિયા, PNBના 743 કરોડ રૂપિયા, સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઓફ ઈન્ડિયાના 608 કરોડ અને DBSના 243 કરોડ રૂપિયા બાકી હતા. SBI તરફથી બેંકના શેરહોલ્ડરો અને પુણે સ્થિત સજગ નાગરિક મંચના પ્રેસિડેન્ટ વિવેક વેલાંકરને અમુક દસ્તાવેજો શેર કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો અનુસાર બેંકે રુચિ સોયા પાસેથી માર્ચ, 2020 સુધી કોઈ રિકવરી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp