નારાયણ મૂર્તિએ 50 કરોડનો ફ્લેટ લીધો એમાં લોકો કેમ ગુસ્સે છે?
ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ બેંગલુરુમાં કિંગફિશર ટાવરમાં 50 કરોડ રૂપિયાનો એક ફલેટ ખરીદ્યો છે, જે બેંગલુરુની આ વિસ્તારની સૌથી મોટી ડીલ હોવાનું કહેવાય છે. મૂર્તિએ 16મા માળે 8400 સ્કેવર ફુટનો ફ્લેટ ખરીદ્યો છે. આ વાતથી સોશિયલ મીડિયમાં તેમને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
એક યૂઝરનું કહેવું છે કે, નારાયણ મૂર્તિએ 50 કરોડનો આલિશાન ફલેટ ખરીદ્યો છે. આ એ વ્યકિત છે જે હમેંશા સાદગીમાં રહેવાનું, દયાળુ મુડીવાદનો ઉપદેશ આપતા રહે છે અને એવું ઇચ્છે છે કે લોકો સપ્તાહમાં 70 કલાક કામ કરે.
કિંગફિશર ટાવર એ દેશમાંથી ભાગી છુટેલા વિજય માલ્યાનું પહેલા પૈત્રુક ઘર હતું. 4 વર્ષ પહેલા સુધા મૂર્તિએ પણ 29 કરોડમાં આ જ ટાવરમાં ફલેટ ખરીદેલો છે. આ ટાવરમાં મોટી મોટી હસ્તીઓ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp