ગુજરાતમાં દારૂબંધીની આ 6 હકીકતો જાણીને તમે ચોંકી જશો

PC: khabarchhe.com

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી છતાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું નિવેદન આપ્યા પછી રાજ્યમાં દારૂબંધી પર વિવાદ ઊભો થયો છે. સામે છેડે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અશોક ગેહલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેમણે માફી માગવી જોઇએ. આ તો થઇ રાજકારણની વાત પરંતુ ગુજરાતમાં દારૂબંધીની હકીકતો ચોંકાવનારી છે.

હકીકત 1- છેલ્લા 2 વર્ષમાં 250 કરોડનો દારૂ પકડાયો

ગુજરાત સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં રાજ્યમાં દારૂ પકડવાના આંકડા આપતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં પોલીસે રૂ. 250 કરોડનો દારૂ પકડ્યો છે જેમાં વાહનોની કિંમત 350 કરોડ જેટલી છે.

હકીકત 2-દારૂના કાળા રૂપિયા સફેદ કરવા પર લગામ

દારૂમાંથી કમાણી કરીને બ્લેકના વ્હાઇટ કરવાનો ધંધો કરનારા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 9 લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ લોકોમાં દાહોદ વિસ્તારના અશોક પાલનપુરી અને દમણના રમેશ માઇકલનો સમાવેશ થાય છે

હકીકત 3. દારૂબંધીથી રાજ્યના 9000 કરોડથી વધુનું નુક્સાન

ગુજરાત સરકારે 12માં ફાયનાન્સ કમિશન સમક્ષ રજૂઆત કરી હતી કે ગુજરાતમાં દારૂબંધીને કારણે રાજ્યને દર વર્ષે 9000 કરોડનું નુકસાન થાય છે. આ નુકસાનની ભરપાઇ કેન્દ્ર સરકાર કરે

હકીકત 4. દારૂબંધી દૂર કરવા હાઇકોર્ટમાં થયેલા કેસમાં સરકારે હજુ ફાઇનલ જવાબ નથી આપ્યો

ઓક્ટોબર 2018માં દારૂબંધી દૂર કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે. પિટીશન કરનાર પરસી કાવિનાના વકીલોની દલીલ છે કે દારૂબંધીએ બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલા અધિકારોનો ભંગ છે. નિયમ મુજબ દારૂએ ફૂડની કેટેગરીમાં આવે છે. વ્યક્તિએ શું ખાવું, ન ખાવું તે સરકાર નક્કી કરી શકે નહીં. હજ્જારો વર્ષોથી દારૂનો ઉપયોગ થાય છે. એટલે સરકારે દારૂંબધી ઉઠાવી લેવી જોઇએ. ફેબ્રુઆરી 2019માં કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. પછી તારીખો જ પડી છે.

હકીકત 5. દારૂના 3.99 લાખ કેસ પેન્ડિગ ચાલે છે

વર્ષ 2017થી દારૂના 3.99 લાખ કેસો પેન્ડિગ ચાલે છે. 55 હજાર કેસો બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળના છે

હકીકત 6. હાઇકોર્ટે કહ્યું દારૂના કેસોની મોટાભાગની એફઆઇઆર પહેલાથી ડિઝાઇન કરેલી હોય છે

મે 2019માં હાઇકોર્ટે સરકારને કહ્યું કે વર્ષ 2017થી 18માં દારૂના કેસોની એફઆઇઆર જોઇએ તો તમામનું લખાણ જાણે પહેલાથી નક્કી કરેલું હોય તેવું જ હોય છે. જેમાં દરોડો પડે છે અને બુટલેગર ભાગી જાય છે. સરકારે આ અંગે તપાસ કરવી જોઇએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp