થિએટરોમાં મોંઘા ફૂડથી હેરાન સિનેરસિકો માટે ખુશખબર

PC: yelp.com

મલ્ટિપ્લેક્સની અંદર ફૂડનો શું ભાવ હોય છે, તેનાથી તો તમે વાકેફ જ હશો અને અત્યારસુધી બહાર ખાવાનું પણ થિએટર હોલમાં લઈ જવા દેવામાં આવતું નથી, તેવામાં મહારાષ્ટ્રથી મોટી ખુશખબરી આવી છે. મહારાષ્ટ્રમાં મલ્ટિપ્લેક્સની અંદર સિનેમા જોવા આવનાર લોકો હવે ખાવાનું લઈ જઈ શકશે. બોમ્બે હાઇકોર્ટના નિર્દેશ પછી મહારાષ્ટ્ર સરકારે સિનેમા હોલમાં અંદર ખાવાનું લઈ જવાની પરમિશન આપી દીધી છે. આગામી 1 ઓગસ્ટથી ફિલ્મ જોવા જનાર લોકો મૂવિ થિએટરની અંદર ખાવાનું લઇ જઈ શકશે.

એટલું જ નહીં પરંતુ સિનેમા હોલની અંદર વેચાતા ફૂડ પ્રોડક્ટના ભાવમાં પણ ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે, આ સંબંધમાં મલ્ટિપ્લેક્સ માલિકોની સાથે બેઠક કરશે અને સિનેમા હોલની અંદર મળતા ફૂડની કિંમત માર્કેટમાં વેચાતા ફૂડને બરાબર કરવી પડશે. આ પહેલા બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે, તેઓ સિનેમા હોલમાં બહારથી ખાવાનું લઇ જવાના મુદ્દે વિચાર કરીને તેને અનુમતી આપી શકે છે.

થિએટરમાં મોંઘા ફૂડના વિરોધમાં મનસેના કાર્યકરોએ મેનેજરને ફટકાર્યો, જુઓ VIDEO...

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ ગુરુવારના રોજ પૂણેના એક થિએટરમાં હંગામો કર્યો હતો. મનસેના કાર્યકરોએ થિએટરમાં મેનેજરની પીટાઇ કરી હતી. કહેવાય છે કે, થિએટરોમાં ફૂડના વધારે પડતા ભાવ વસૂલ કરવામાં આવતા તેના વિરોધમાં મનસેના કાર્યકરો વિરોધ કરવા ગયા હતા. આ દરમિયાન ત્યાં મેનેજર આવી જતા તેને કાર્યકરોએ ફટકાર્યો હતો. મનસેના કાર્યકરોએ MRP અને ફિક્સ કિંમતથી વધુ ભાવ લેવાનો આરોપ લગાવતા મેનેજર પર તૂટી પડ્યા હતા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

રિપોર્ટ મુજબ સેનાપતિ બાપટ રોડ સ્થિત એક મોલમાં ગુરુવારના રોજ મનસેના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું. હાથોમાં પોસ્ટર અને બેનર લઇને કાર્યકર્તાઓ નારેબાજી કરતા થિએટરમાં પ્રવેશ્યા હતા અને ડાયરેક્ટ ફૂડ કોર્ટમાં જઈને હંગામો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp