ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલામાં 1 ગુજરાતી યુવકનું મોત, 9 ભારતીય હજુ સુધી ગૂમ

PC: intoday.in

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલામાં એક ભારતીયનું મોત થયુ છે. મરનાર વ્યક્તિનું નામ ઝુનેદ કારા છે અને તે ગુજરાતના નવસારીમાં રહેતો હતો. છેલ્લાં ઘણા વર્ષોથી તે ન્યુઝીલેન્ડમાં પોતાના પરિવારની સાથે રહેતો હતો અને તે ત્યાં સ્ટોર ચલાવે છે. શુક્રવારે તે પણ મસ્જિદમાં નમાજ અદા કરવા ગયો હતો. આ દરમિયાન હુમલાવારે તેને ગોળી મારી હતી.

દરમિયાન શનિવારે આરોપી બ્રેંટન હૈરિસન ટારંટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તેની કોઈપણ પ્રકારની દલીલ સાંભળ્યા વિના 5 એપ્રિલ સુધી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, બ્રેંટને બે મસ્જિદો પર ગોળીબારી કરી હતી અને 49 લોકોને મોતને ઘાટ ઉતારવાનો વીડિયો પણ બનાવ્યો હતો. બ્રેંટન હૈરિસનની ઓળખ ઓસ્ટ્રેલિયન નાગરિક તરીકે થઈ હતી. બ્રેંટને પોતાની જમાનત માટે અપીલ નથી કરી. આ કારણે તેને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ન્યુઝીલેન્ડમાં ભારતના ઉચ્ચાયુક્ત સંજીવ કોહલીએ કહ્યુ હતુ કે, તાજા આંકડાઓ અનુસાર, ઘણા સુત્રો પાસેથી મળેલી જાણકારી બાદ જાણવા મળ્યું છે કે, ભારતીય નાગરિકતા/ મૂળના 9 વ્યક્તિઓ લાપતા છે. આ અંગે આધાકારિક સૂચનાની રાહ જોવાઈ રહી છે. તેમણે કહ્યુ હતુ કે, માનવા વિરુદ્ધ આ એક ગંભીર અપરાધ છે. અમારી પ્રાર્થના એ પરિવારજનો સાથે છે, જેમણે આ હુમલામાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp