26th January selfie contest
BazarBit

આજથી કર્ફ્યૂનો નવો સમય લાગૂ, આ સમય બાદ ન નિકળતા ઘર બહાર

PC: khabarchhe.com

કેન્દ્રીય ગૃહમંત્રાલય (MHA) દ્વારા અનલૉક-2 માટે નવી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કેટલીક પ્રવૃતિઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકાઓ 1 જુલાઇ 2020થી અમલમાં આવશે, તબક્કાવાર ફરી ખોલવાની પ્રવૃતિઓની પ્રક્રિયા વધુ વિસ્તારવામાં આવી છે. નવી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી મળેલા પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને તેમજ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે સઘન વિચારવિમર્શ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.

અનલૉક 1માં જણાવ્યું તે પ્રમાણે 30.5.2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશો અને માર્ગદર્શિકાઓ અનુસાર કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ જેમ કે, ધાર્મિક સ્થળો અને પૂજા પાઠના સ્થળો જનતા માટે ખુલ્લા રહેશે; હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને અન્ય આતિથ્યની સેવાઓ; તેમજ શોપિંગ મોલને કેન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર ખુલ્લા રાખવા માટે 8 જૂન 2020થી મંજૂરી આપી જ દેવામાં આવી છે. વિગતવાર પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) પણ આ બાબતે બહાર પાડવામાં આવી છે. સ્થાનિક ફ્લાઇટ્સ અને મુસાફર ટ્રેનો પણ મર્યાદિત રીતે ચલાવવાની પહેલાંથી જ મંજૂરી આપી દેવાઇ છે. તેના પરિચાલનમાં પ્રમાણબદ્ધ રીતે હજુ પણ વિસ્તરણ કરવામાં આવશે.

અનલોક 2માં રાત્રિ કર્ફ્યૂમાં વધુ રાહત આપવામાં આવી છે અને હવેથી રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 10.00થી સવારના 5.00 વાગ્યા સુધીનો રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તાલીમ સંસ્થાઓને 15 જુલાઇ 2020થી નિયમિત ધોરણે કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંબંધે SOP ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ખૂબ જ વિચારવિમર્શ કર્યા પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આગામી 31 જુલાઇ 2020 સુધી તમામ શાળાઓ, કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ રાખવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હજુ પણ 31 જુલાઇ 2020 સુધી લૉકડાઉનો ચુસ્ત અમલ ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp