હથકડી પહેરાવી અમેરિકાથી ભારતીયોને દેશમાં પાછા મોકલાયા, 33 ગુજરાતના...

PC: twitter.com

ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધેલા ત્યારે જ જાહેરાત કરી હતી કે અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોને હાંકી કાઢવામાં આવશે. મંગળવારે અમેરિકાના એરફોર્સ વિમાનમાં  C-16માં એન્ટોનિયો એરપોર્ટથી 104 ભારતીયોને અમૃતસર લવાયા હતા. આ વિમાનમાં 11 ક્રુ મેમ્બર અને 45 જેટલા અમેરિકાના અધિકારીઓ પણ આવ્યા છે.

104 ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ છે અને તેમાં સૌથી વધારે મહેસાણા અને ગાંધીનગરના છે. સુરતના 4 છે અને અમદાવાદના 2 અપ્રવાસી છે. વડોદરા, ખેડા, પાટણના 1-1 છે.

33 અપ્રવાસીઓમાંથી 8 સગીર છે. સુરતના 4 ડિંડોલી વિસ્તારના અને પટેલ હોવાનું જાણવા મળ્યું છે. 33 ગુજરાતીઓ ગુરુવારે રાજ્યમાં આવી પહોંચશે. પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકામાંથી હાંકી કાઢવા માટે આર્મીના વિમાનનો ઉપયોગ થયો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp