26th January selfie contest

રાજસ્થાનમાં વયોવૃદ્ધ અને અશક્ત મતદારો માટે ખાસ વ્યવસ્થાના તંત્રના દાવા પોકળ

PC: youtube.com

રાજસ્થાન વિધાનસભાની 200 પૈકી 199 બેઠકો ઉપર આજે મતદાન ચાલી રહ્યું છે. વયોવૃદ્ધો મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. જો કે, 105 વર્ષીય વૃદ્ધાને તેના પરિવારજનો ઉચકીને મતદાન મથકે લઈ ગયા હતા. આમ તંત્ર દ્વારા વયોવૃદ્ધ અને અશક્ત મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવાની પોલ ખૂલી ગઈ છે.

રાજસ્થાન વિધાનસભાની ર૦૦ માંથી ૧૯૯ બેઠક માટે ૧૮૯ મહિલા સહિત કુલ રર૭૪ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. BSPના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે એક બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. બુધવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો. રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે હાલ મતદાન ચાલી રહ્યું છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય તે માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનો તંત્રએ દાવો કર્યો છે. આજે 4.77 કરોડ મતદારો 2274 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ કરશે.

સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાઈનો લાગી હતી. વૃદ્ધ અને અશક્ત મતદારોને પરિવારજનો મતદાન માટે મતદાન કેન્દ્ર લઈને આવ્યા હતા. આવા મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાના તંત્રએ દાવા કર્યા હતા. પરંતુ વૃદ્ધ અને અશક્ત મતદારો માટે કોઈ વ્યવ્યવસ્થા નહીં હોવાથી પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.

જયપુરમાં રહેતા વયોવૃદ્ધ શાહજહાંને પરિવારજનો મતદાન કરવા માટે મતદાન મથક લઈ ગયા હતા.પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અહીં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. પરંતુ વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. પુખ્તવયના થયા ત્યારથી શાહજહાં એક વાર પણ મતદાન કરવાનું ચૂક્યાં નથી.

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. સત્તાથી દુર કોંગ્રેસે સત્તા મેળવવા માટે ચૂંટણીપ્રચારમાં નેતાઓની ફોજ ઉતારી હતી. જયારે ભાજપે સત્તા જાળવી રાખવા માટે બુથલેવલથી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp