ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટી જતાં 11નાં મોત

PC: news18.com

મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. રાજધાની ભોપાલમાં વિસર્જન દરમિયાન એક બોટ પલટી જતા આ અકસ્માતમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ ગુમ થયેલા લોકોનો બચાવ થયો હતો. ભોપાલના પ્રખ્યાત નાના તળાવના ખાટલાપુરા ઘાટ પર બોટ પલટી ગયા બાદ આ અકસ્માત સર્જાયો હતો.

સવારે 4:30 વાગ્યાની આસપાસ ખાટલાપુરા ઘાટ નજીક આ ઘટના બની હતી. રાજ્યના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૃતકના પરિવારજનોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

મૂર્તિને વિસર્જન કરવા માટે જે બોટમાંથી તળાવમાં ઉતરવામાં આવી હતી, તે હોડી ખૂબ નાની હતી અને મૂર્તિ ખૂબ મોટી હતી. પાણીમાં મૂર્તિ પલટાવતી વખતે હોડી એક તરફ ઝૂકી ગઈ હતી અને પલટી ખાઇ ગઈ હતી. આ સમય દરમિયાન બોટમાં સવાર ભક્તો મૂર્તિની નીચે આવ્યાં હતાં. અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહને તળાવમાંથી કાઢવામાં આવ્યા છે જ્યારે બાકી ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ એસડીઆરએફની ટીમ પણ લોકોને બચાવવામાં મદદ કરી હતી. મૃત્યુ પામેલા લોકો પીપલાનીના 1100 કવાર્ટરના રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

એસડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરીને પાંચ લોકોને બચાવ્યા. રાજ્યના પ્રધાન પી.સી. શર્માએ કહ્યું કે આ ઘટના કેવી રીતે બની તે તપાસમાંથી જાણવા મળશે. તેમણે અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp