ખાદ્યમંત્રીના જિલ્લામાં ચોખાની 12000 ગુણ સડી ગઈ, 3 વર્ષથી જાળવણી થઈ રહી ન હતી

PC: aajtak.in

એમપી શિવરાજ સરકારમાં ખાદ્યમંત્રી બિસાહુલાલ સિંહના ગૃહ જિલ્લામાં ફૂડ ઈનસ્પેક્ટરે વેર હાઉસનું નિરિક્ષણ કર્યું. ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાને જણાવ્યું કે આશરે  12 હજાર જેટલી બોરીઓ ખરાબ થઈ ગઈ.

મધ્યપ્રદેશના અનુપપુરમાં ગરીબોની વચ્ચે વિતરણ કરવામાં આવનારા આશરે 12 હજાર બોરી ચોખા વેર હાઉસમાં સડી ગયા છે. આ ચોખા ત્રણ વર્ષથી સ્ટોકમાં રાખવામાં આવ્યા હતા. જાળવણીના અભાવે ચોખા પૂરી રીતે ખરાબ થઈ ગયા. આ ખરાબ ચોખાને ગરીબો વચ્ચે વિતરણ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.

ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાએ નિરિક્ષણ કરીને જણાવ્યું કે આ ચોખા ખાવાલાયક નથી. વિભાગને ફરિયાદ મળી હતી કે સડી ગયેલા ચોખા વિતરણ કરવાની તૈયારી થઈ રહી હતી. તેમજ અનુપપુર જિલ્લાના MLA એ આરોપ લગાવ્યો છે કે અહિંયા ખાદ્ય વિભાગમાં ભારી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. ખાદ્યમંત્રી સાહૂ અનુપપુર જિલ્લાના રહેવાસી છે.

છેલ્લાં ત્રણ વર્ષોથી વેર હાઉસ બિજુરીના ગોડાઉનમાં આશરે 640 ટન ચોખા સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આ ચોખા જાળવણી ન થવાથી ખરાબ થઈ ગયા છે. હવે વિભાગ તેને શાસકીય વાજબી કિંમતની દુકાન પર મોકલવાની તૈયારી કરી રહ્યાં હતા. સૂચના મળવાથી સ્થાનિય પ્રશાસન જાગૃત થયું. કલેક્ટરે પત્ર જાહેર કરી બગડેલા ચોખાની તપાસ કરવા માટે ટીમ મોકલી હતી. આ ચોખા કોતમા બ્લોકના શુભ વેર હાઉસમાં રાખવામાં આવ્યા હતા. પ્રશાસને તેને સીલ કરી દીધું છે.

ચોખાને બિજુરીના શુભ વેર હાઉસમાં વર્ષ 2017-18 અને 2018-19 માં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. પરંતુ CMR ચોખાનો સમય પર નિકાલ કરવામાં આવ્યો નહીં, જે કારણથી ગોડાઉનમાં સંગ્રહિત 4 સ્ટેક આશરે 640 ટન ચોખા પૂરી રીતે બગડી ગયા છે. આ 4 સ્ટેકમાંથી 2 સ્ટેક ચોખા ખાવાલાયક બચ્યા જ નથી.

હવે નાગરિક આપૂર્તિ વિભાગ સડી ગયેલા ચોખાની અપગ્રેડેશન કરવાની તૈયારીમાં જોડાઈ ગયા હતા. જે પછી કલેક્ટરે બાબતને હાથ ધરી અને અધિકારીઓને તપાસ કરવાનો આદેશ કર્યો. સોમવારે તપાસ ટીમ શુભ વેરહાઉસ પહોંચી, જ્યાં તપાસમાં ચોખા બગડી ગયેલા જણાયા બાદ વેરહાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે.

સ્થાનીય લોકોનું કહેવું છે કે જિલ્લામાં સતત મનમાની અને ગુણવત્તાહિન ચોખાને જમા કરાવાની કરતૂતો કોઈનાથી છૂપાયેલી નથી. આ મિલર્સની સાથે મિલીભગત કરી ગરીબોની થાળીમાં બિનમાનક ચોખાનું કન્સાઈનમેન્ટ પહોંચાડી ગરબડ કરવામાં આવી રહી છે. કેન્દ્ર પ્રભારી અને ટ્રાન્સપોર્ટરની વચ્ચચે વિવાદમાં આ ચોખા સડી ગયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp