પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, બે નાગરિકો ઘાયલ

PC: pbs.twimg.com

જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેમાં BSF જવાન શહીદ થયો છે. શહીદ થયેલા આ જવાનનું નામ સીતારામ ઉપાધ્યાય હતું, જે ઝારખંડના ગિરીડીહનો રહેવાવાળો હતો.

આજે સવારે એરએસપુરા સેક્ટરમાં પણ પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કર્યું હતું અને મોર્ટાર માર્યા હતા, જેમાં બે સ્થાનિક નાગરિક ઘાયલ થયા છે. આરએસપુરાના એસપી આરસી કોતવાલે કહ્યું હતું કે, બંને સેના વચ્ચે ગોળીબારી ચાલુ છે અને પ્રસાશન તરફથી સ્થાનિક લોકોને સહીસલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ હરકનો BSF તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે. 16 અને 17 મેના પણ સરહદ પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા બે જવાબ ઘાયલ થયા હતા. તે સિવાય જમ્મુના બાંદીપોરામાં મોડી રાતે આંતકવાદીઓએ 13 રાષ્ટ્રીય રાઈફલના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેના પછી સુરક્ષા બળ અને આંતકીઓ વચ્ચે મૂથભેડ થઈ હતી. જેના પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી આતંકી મળ્યા હોવાની કોઈ ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp