સાવકા પિતાએ 13 વર્ષીય કિશોરીને પુલથી ધક્કો માર્યો, લટકી રહેતા તેણે...

આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 13 વર્ષીયને તેના જ સાવકા પિતાએ ગોદાવરી નદીમાં ધક્કો મારી દીધો. પણ આ દરમિયાન તે છોકરી પુલ સાથે લટકી ગઇ અને પોલીસને 100 નંબર પર કોલ કરી પોતાનો જીવ બચાવ્યો. ગુટૂર જિલ્લાના સુરેશે પોતાની પત્ની પુપ્પલા સુહાસી(36) અને તેની બે દીકરીઓ કીર્તના(13) અને જર્સી(1)થી છૂટકારો મેળવવા માટે રવિવારે સવારે 4 વાગ્યે આ ત્રણેયને ગોદાવરી નદીમાં ધક્કો મારી દીધો. સુહાસી અને જર્સી ગોદાવરી નદીમાં ગુમ થઇ ગયા.
આ દરમિયાન 13 વર્ષીય કીર્તનાએ પુલની બાજુના પાઇપને પકડી લીધો અને પોતાનો જીવ બચાવ્યો. આ સમયે તેની નજર પોતાના ખિસ્સામાં રાખેલા ફોન પર ગઇ અને તેણે 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી. પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી અને કીર્તનાનો જીવ બચાવ્યો. લગભગ અડધો કલાક સુધી પાઇપ પર લટકીને કીર્તનાઓ પોતાનો જીવ બચાવ્યો.
પોલીસ અનુસાર, મામલો 6 ઓગસ્ટના રોજનો છે. સવારે 4 વાગ્યે એક કિશોરીએ માતા, બહેન અને પોતાને બચાવવા માટે 100 નંબર પર કોલ કર્યો. ગોમતી બ્રીજ પરથી આ ત્રણેયને ઉલવા સુરેશ નામના વ્યક્તિએ ધક્કો માર્યો હતો. કીર્તનાએ પુલની નીચે બનેલા પ્લાસ્ટિકના પાઇપને પકડી રાખ્યો. સૂચના મળવા પર રાવુલાપાલેમ પોલીસ તરત ત્યાં પહોંચી. પોલીસ પહોંચી તો તેણે જોયું કે 13 વર્ષીય કિશોરી ખૂબ જ ખતરનાક સ્થિતિમાં પુલના પાઇપ લાઇન પર લટકી છે.
આ દરમિયામ કિશોરીને હિંમત આપવામાં આવી અને તરત પોલીસકર્મીઓની સાથે સાથે હાઈવે મોબાઇલકર્મીઓએ મળીને કિશોરીનો જીવ બચાવ્યો. ત્યાર પછી તેની પાસેથી જાણકારી લેવામાં આવી. કિશોરીએ જણાવ્યું કે તેનું નામ લક્ષ્મી કીર્તના છે. અસામી સુરેશ, જે તેની માતા સાથે રહે છે, તેમને રાજમુંદરી લઇ ગયો. જ્યારે તેઓ કારમાં રાવુલાપલેમ બ્રીજ પર હતા, તો સેલ્ફી લેવાના બહાને તેણે કિશોરી, તેની માતા અને એક વર્ષીય બહેનને ધક્કો મારી દીધો. પોલીસે બે ટીમ બનાવી છે. એક ટીમ નાવડીની મદદથી ગોદાવરી નદીમાં કિશોરીની માતા અને બહેનને શોધી રહી છે. તો બીજી ટીમ એસઆઇ રાવુલાપલેમના નિર્દેશનમાં આરોપીને પકડવા માટે તપાસ કરી રહી છે, જે હાલમાં ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp