કોઇમ્બતુરમાં સતત ભારે વરસાદના પગલે 3 મકાનો ધરાશાયી, 15નાં મોત

PC: intoday.in

તમિલનાડુના કોઈમ્બતુરમાં ભારે વરસાદને કારણે ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. મેટ્ટુપ્લાયમમાં સોમવારે સવારે બનેલી ઘટનામાં અત્યાર સુધીમાં 15 શબ મળી આવ્યા છે. કાટમાળ નીચે ફસાયેલા બાકી લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી છે. તેને ફાયર વિભાગ દ્વારા સ્થાનિક લોકોની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી મેટ્ટુપ્લાયમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આને લીધે ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટના પણ નોંધાઇ છે. ભારે વરસાદને જોતા નીલગીરી પર્વત રેલ (એનએમઆર) એ બે દિવસથી ટ્રેન સેવા બંધ કરી દીધી છે. એકંદરે, છેલ્લા 15 દિવસથી અત્યંત ખરાબ વાતાવરણને કારણે આ વિસ્તારમાં લોકોની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે.

મકાનો ઘરાશાયી થવાની ઘટના નાદુર ગામ, અન્નુર રોડ અને મેટ્ટુપ્લાયયમ સહકારી મંડળીની સામે થઇ છે. મૃતકોમાં 3 પુરુષો, 10 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ છે. લાશોને મેટ્ટુપ્લાયમ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી છે જ્યાં પોસ્ટમોર્ટમ કરાશે. ગુરુ (45), રામનાથ (20), આનંદકુમાર (40), હરીસુધા (16), શિવકામી (45), ઓવિઆમલ (50), નાથિયા (30), વૈદેગી (20), તિલગાવતી (50) , અરુકાણી (55), રુકમણી (40), નિવેતા (18), ચિન્નામલ (70), અક્ષય (7) અને લોગુરામ (7) તરીકે મૃતકોની ઓળખ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp