આસામમાં માસૂમોના મોતનું તાંડવ: 6 દિવસમાં 15 નવજાતના મૃત્યુ

PC: netdma.com

આસામની એક હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનું તાંડવ શરૂ થઈ ગયો છે. આસમના ઝોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જેએમસીએચ)માં લગભગ છ દિવસમાં ઓછામાં ઓછા 15 નવજાત શિશુઓના મોત થઈ ગયા છે. જો કે, રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તેની તપાસ માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલશે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. હોસ્પિટલના સંચાલકોએ પણ આ મામલાની તપાસ માટે એક સમિતિ
બનાવી છે.

જેએમસીએચના અધ્યક્ષ સૌરભ બોરકાકોટીના જણાવ્યાં અનુસાર, નવજાત શિશુનુ ખાસ ધ્યાન રાખવામાં આવતા વોર્ડમાં છ દિવસમાં બાળકોની મોત થયા છે. બોરકાકોટીએ દાવો કર્યો છે કે, આ મોત ડોક્ટકો અને હોસ્પિટલની બેદરકારીને કારણે નથી થયા. તેમને કહ્યું, ક્યારેક ક્યારેક હોસ્પિટલનાં આવતા દર્દીની સંખ્યા વધારે હોય છે એટલા માટે મરનારા નવજાત શિશુઓની સંખ્યા વધારે હોય શકે છે. આ તે બાબત પર આધાર રાખે છે કે દર્દીને કઈ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લાંબા સમય સુધી દુઃખાવો થયા પછી ગર્ભવતી મહિલાને અહીં લાવવામાં આવે અથવા બાળકનું વજન ઓછુ હોય. આ પરિસ્થિતિના કારણે પણ નવજાત શિશુઓના મોત થઈ શકે છે.

આસામના આરોગ્ય મંત્રી હિમંતા વિસ્વ શર્માએ કહ્યું કે ઝોરહાટમાં એક ટીમ મોકલવામાં આવી છે, જેમાં યૂનીસેફનાં સભ્યો પણ છે, જે આ મામલાની તપાસ કરશે અને રિપોર્ટ આપશે. હોસ્પિટલે આ મૃત્યુની તપાસ માટે છ સભ્યોની એક સમિતિ પણ બનાવી છે. તેમજ એવું જણાવામાં આવી રહ્યું છે કે, સરેરાશ જેએમસીએચ 40 નવજાત શિશુ એડમિટ થાય છે, જેમાંથી 6 નાં મૃત્યુ થાય છે. છેલ્લા સપ્તાહમાં 84 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 15ના મૃત્યુ થઈ ગયા છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp