જમ્મુ કાશ્મીરના પુલવામાની શાળામાં બ્લાસ્ટ થતા 12 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

PC: twitter.com

જમ્મુ કાશ્મીરમાં એક અથડામણ શાંત નથી થતી ત્યાં બીજી જાગી જતી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પુલવામા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં બ્લાસ્ટ થતા 12 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટની ઘટના તેવા સમયે બની કે જ્યારે છેલ્લા 24 કલાકમાં સૈન્યદળોની જુદી-જુદી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા બાળકોની હાલ પુલવામાની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ખાનગી શાળાના શિક્ષક જાવેદ અહમદે જણાવ્યું હતું કે, હું જ્યાર ક્લાસમાં શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે અચાનક એક વિસ્ફોટ થયો. મને અંદાજ નથી કે કેટલા વિદ્યાર્થીઓ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા હશે. 

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, બપોરે અઢી વાગ્યાના અરસામાં પુલવામાની ખાનગી શાળા ફલાઇ-એ-મીલતના વર્ગ ખંડમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 12 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે. વિદ્યાર્થીઓની હાલત હાલ સ્થિતી સ્થિર છે. બ્લાસ્ટ મામલે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પુલવામા જિલ્લામાં જ મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં હિજ્બુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp