રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિદ્યાર્થિની સાથે ગેંગરેપ

PC: odishatv.in

દેશમાં બાળકીઓ વિરુદ્ધ દુષ્કર્મનાં કિસ્સાઓ વધી રહ્યાં છે. હરિયાણાનાં રેવાડીમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. છોકરી જ્યારે ટ્યૂશન ક્લાસથી ઘરે જઈ રહી હતી ત્યારે તેનું અપહરણ કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર, રેલવે પરીક્ષાની તૈયારી કરવા માટે તે પીડિત વિદ્યાર્થીની મહેન્દ્રગઢથી કનિનામાં કોચિંગ માટે જતી હતી. કોચિંગ ક્લાસમાંથી ઘરે જતી વખતે ત્રણ યુવકોએ તેનું અપહરણ કરીને ઘેની પદાર્થ પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે, આ અંગે પીડિત છોકરીની માતાનું કહેવું છે કે, ગુરુવારે કેટલાક લોકોએ મારી દીકરીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. મારી દીકરીએ CBSE બોર્ડની પરિક્ષામાં ટોપ કરતાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એક તરફ સરકાર કહી રહી છે કે, બેટી બચાવો, બેટી પઢાઓ પરંતુ હું મારી દીકરી માટે ન્યાયની માંગણી કરી રહી છું.

હરિયાણામાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 13 સપ્ટેમ્બરે જ ગુરુગ્રામમાં એક મહિલા સાથે કારમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો. પીડિત મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને નોકરી અપાવવાની લાલચ આપી માનેસર વિસ્તારમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આમ, ગુરુગ્રામ જેવા શહેરમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp