PM મોદીના 3 વર્ષના વિદેશી પ્રવાસ માટે ચાર્ટર્ડ પ્લેન પર ખર્ચ થયા આટલા રૂપિયા

PC: manoramaonline.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે વાપરવામાં આવેલા ચાર્ટર્ડ ફ્લાઈટ પર પાછલા 3 વર્ષોમાં 255 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં મોકલવામાં આવેલા લેખિત જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી આ કહેવામાં આવ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને સદનમાં રજૂ કરેલા લેખિત પત્રમાં કહ્યું હતું કે, વર્ષ 2018-19માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્લાઈટો પર 97.91 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે 2019-20નું બિલ હજુ સુધી આવ્યું નથી.

વિદેશ રાજ્યમંત્રી એ સદનને આપેલા પોતાના લેખિત જવાબમાં કહ્યું હતું કે, વર્ષ 2016-17મા પ્રધાનમંત્રી મોદીના વિદેશ પ્રવાસ માટે બુક કરવામાં આવેલી ચાર્ટર્ડ ફ્લાઈટો પર 7.27 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં, જ્યારે વર્ષ 2017-18માં તેની પાછળ 99.32 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 2016-17માં હૉટ લાઈન સુવિધાઓ પર 2,24,75,451 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. અને તેના માટે વર્ષ 2017-18માં 58 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.

મંત્રીએ સદનને જણાવ્યું કે, ભારત સરકારની નીતિ અનુસાર, ઘરેલૂ ટ્રાફિક માટે VVIPને વાયુસેનાનું એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર આપવાની સુવિધા છે. જેમાં પ્રધાનમંત્રીના પ્રવાસ માટે ફ્રીમાં એકક્રાફ્ટ કે હેલિકોપ્ટરની સગવડ કરી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસને લઈને હંમેશા વિપક્ષ તેમના પર નિશાનો સાધતા હોય છે. ગયા કાર્યકાળ દરમ્યાન પણ પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાને લઈને સંસદમાં સવાલ ઊભા કરવામાં આવ્યા હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં મંત્રી તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ગયા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા પાછળ સૌથી વધારે ખર્ચ 9 એપ્રિલ થી 17 એપ્રિલ 2015 સુધીની 9 દિવસીય ફ્રાંસ, જર્મની અને કેનેડાની મુલાકાતમાં થયો હતો. તે યાત્રા માટે લેવામાં આવેલી ચાર્ટર્ડ ફ્લાઈટ પર 31.25 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.

ત્યાર બાદ 11 નવેમ્બર થી 20 નવેમ્બર, 2014ની વચ્ચે મ્યાનમાંર, ઓસ્ટ્રેલિયા અને ફીજીની યાત્રા પર 22.58 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં, જે પ્રધાનમંત્રીના ગયા કાર્યકાળમાં ડિસેમ્બર 2018 સુધીમાં તેમની બીજી સૌથી મોંઘી વિદેશ યાત્રા રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp