ચૂંટણી પહેલા શિવસેનામાંથી 26 કોર્પોરેટરો અને 300 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

PC: amazonaws.com

મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને તમામ પક્ષોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની ટિકિટ વહેંચણીથી ઘણા કાઉન્સિલરો અને કાર્યકરો નારાજ થયા છે. આ જ કારણ છે કે શિવસેનાના 26 કાઉન્સિલરો અને મહારાષ્ટ્રના 300 જેટલા કાર્યકરોએ પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામું મોકલ્યું છે. આ કાઉન્સિલરો અને કાર્યકરો આગામી મહારાષ્ટ્ર ચૂંટણીમાં સીટ વહેંચણીથી નારાજ હોવાનું કહેવાય છે. મહત્વનું છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં મતદાન થશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો છે. તેમાં 234 સામાન્ય બેઠકો છે જ્યારે અનુક્રમે 29 અને 25 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમતી સાથે સત્તા પરત આવ્યા બાદ આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટેની 2014 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 122 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. BJPએ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં આટલી બેઠકો જીતી હતી. બીજી તરફ કોંગ્રેસ 42 બેઠકો સાથે ત્રીજા સ્થાને આવી ગઈ. આ ઉપરાંત શિવસેના 63 બેઠકો સાથે બીજા ક્રમે હતી. શરદ પવારની NCPને માત્ર 41 બેઠકો પર જીત મળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp