ડરામણું સત્ય! ભારતની 28.6 ટકા આબાદી છે ડ્રગ્સ અને નશાની બંધાણી

PC: anthonylouiscenter.com

ભાગદોડભરી દિનચર્યા, અવ્યવસ્થિત જીવનશૈલી, કામનો બોજ અને માનસિક તાણની વચ્ચે ખરાબ આદતો હાલની પરિસ્થિતિમાં લોકોની મુશ્કેલીઓ વધારી રહી છે. કારણ કે, તેમની શારીરિક ઉર્જા દિવસેને દિવસે ક્ષીણ થઈ રહી છે. વિશેષજ્ઞ તેને ગંભીર ચિંતાનો વિષય જણાવે છે. તેમજ લોકોએ એ વિચારવાની જરૂર છે કે, શારીરિક ઉર્જાને ઓછી કરનારી કઈ ખરાબ આદત છે, જેનો ત્યાગ કરીને તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકો છો.

ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના હાલના રિપોર્ટ અનુસાર, ભારતની કુલ 130 કરોડની આબાદીમાંથી 28.6 ટકા લોકો તંબાકુનું સેવન કરે છે. રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે, આશરે 18.4 ટકા યુવાનો તંબાકુ ઉપરાંત, સિગારેટ, બીડી, ખૈની, અફીણ, ગાંજા જેવા અન્ય ખતરનાક માદક પદાર્થોનું સેવન કરે છે.

ગત વર્ષે આવેલા WHOના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટમાં પણ કંઈક આવા જ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા હતા. 2017માં આવેલા આ રિપોર્ટ અનુસાર, ભારતમાં ગત 11 વર્ષોમાં પ્રતિ વ્યક્તિ આલ્કોહોલની ખપત બેગણી થઈ ગઈ છે. 11 વર્ષ પહેલા એક વ્યક્તિ 3 લીટર આલ્કોહોલનું સેવન કરતી હતી, જ્યારે ગત 11 વર્ષોમાં તેની ખપત વધીને 6 લીટર થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, આ દાયકામાં ભારતીય યુવાનોમાં તંબાકુ અને દારૂ ઉપરાંત વધુ એક માદક પદાર્થની લત ઝડપથી વધી રહી છે. તે માદક પદાર્થ છે ડ્રગ્સ. ડ્રગ્સ તેમજ અન્ય માદક પદાર્થોના સેવનથી શારીરિક કાર્યક્ષમતા ટકાવી રાખવામાં ઉર્જાનો વધુ ઉપયોગ થાય છે, જેને કારણે માદક પદાર્થ યકૃત અને ફેફસામાં ઝેરીલા પદાર્થના રૂપમાં જમા થવા માંડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp