મોસાળામાં 3 કોથળા ભરીને રૂપિયા લઈ લગ્નમાં પહોંચ્યા 3 મામા, નોટો ગણતા 3 કલાક થયા

PC: youtube.com

લગ્નમાં મોસાળાનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. યુવક કે યુવતીના લગ્નમાં મામા દ્વારા મોસાળું કરવામાં આવતું હોય છે. ત્યારે રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક વિશેષ મોસાળાનો કિસ્સો સામે આવ્યો છે. મામાએ લગ્નમાં એવું મોસાળું કર્યું કે જેની ચર્ચા ચારેય તરફ થઇ રહી છે. ભાણાના લગ્નમાં ત્રણ ભાઈઓ બે કોથળા ભરીને મોસાળું કરવા માટે આવ્યા હતા. આ રૂપિયાની ગણતરી કરવા માટે પંચને 3 કલાકનો સમય લાગ્યો હતો.

રિપોર્ટ અનુસાર, રાજસ્થાનના નાગોર જિલ્લાના દેશવાલ ગામમાં સીપુ દેવી તેમના પરિવારની સાથે રહે છે. રવિવારના રોજ સીપુ દેવીના પુત્ર હિમ્મતરામના લગ્ન યોજવામાં આવ્યા હતા. હિમ્મતરામના લગ્નમાં તેના મામા દ્વારા મોસાળું કરવામાં આવ્યું હતું. હિમ્મતરામના મામા ડેગાના નિવાસી છે. તેમના નામ રામનિવાસ જાટ, કાનારામ જાટ અને શૈતાનરામ જાટ છે. હિમ્મતરામના લગ્નમાં તેના ત્રણેય મામા મોસાળું લઇને આવ્યા હતા. ત્રણેય ભાઈઓ ખેતી કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. છતાં પણ ત્રણેય ભાઈઓએ એ પ્રકારે મોસાળું કર્યું કે બહેનને ખૂબ જ આનંદ થયો અને આ મોસાળાની ચર્ચા ચારેય તરફ થઇ હતી. ત્રણેય ભાઈઓ 10-10 રૂપિયાની નોટો ભરેલા ત્રણ કોથળા લઇને મામેરુ કરવા માટે બહેનના ઘરે ભાણાના લગ્નમાં પહોંચ્યા હતા.

ત્રણેય મામાએ હિમ્મતરામના લગ્નમાં આપેલા મામેરાના પૈસાની ગણતરી કરતા પંચને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ત્રણેય મામાએ હિમ્મતરામના લગ્નમાં 6.25 લાખ રૂપિયાનું મોસાળું કર્યું હોવાનું સામે આવ્યું હતું. મામાઓએ આટલા પૈસા જ નહીં પણ ભાણાના લગ્નમાં મોસાળામાં સોના અને ચાંદીના ઘરેણા પણ આપ્યા હતા. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ત્રણેય ભાઈઓ ખેડૂત હોવા છતાં પણ તેઓ ભાણાના લગ્નના મોસાળા માટે અઢી વર્ષથી 10-10 રૂપિયાની નોટ ટોપલીમાં નાંખીને પૈસા ભેગા કરતા હતા. આ કિસ્સો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

મહત્ત્વની વાત છે કે, રાજસ્થાનમાં ભાણા કે ભાણીના લગ્નમાં મામા પોતાની બહેનના ઘરે મોસાળું લઈને જાય છે. આ બધામાં નાગોરના મોસાળા ઘણા પ્રસિદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp