J&K: શોપિયામાં હિઝબુલના 3 આતંકી ઠાર, દેશના 2 જવાન પણ શહીદ

13 Aug, 2017
12:00 PM
PC: dnaindia.com

કાશ્મીરમાં આતંકીઓ સાથેની ગોળીબારીમાં સેનાનું ઓપરેશન 18 કલાકથી ચાલુ છે. શનિવારે શોપિયા જિલ્લામાં આતંકીઓ ગોળીબારી ચાલુ થઈ હતી, જેમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઠાર કરી દીધા હતા. પરંતુ આ ઓપરેશનમાં 2 જવાન પણ શહીદ થયા હતાં, જ્યારે 3 જવાન ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા હતા. શોપિયાના અવનીરા ગામમાં આ ગોળીબારી થઈ હતી. સ્થાનિક સ્તરે આ વિસ્તારને બગદાદના નામે પણ ઓળખવામાં આવે છે. આતંકીઓ હિઝમુલ મુજાહિદ્દિન સંગઠનના હતાં.

Leave a Comment: