અધિકારીની 50 કરોડની સંપત્તિ પર 3 પત્નીનો દાવો, દરેક પાસે લગ્ન-ડેથ સર્ટિફિકેટ!
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાંથી એક અજબ ગજબનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ત્રણ-ત્રણ મહિલાઓ મૃતક નિવૃત્ત અધિકારીને પોતાના પતિ કહી રહી છે. એટલું જ નહીં, આ ત્રણેય કહેવાતી પત્નીઓએ અધિકારીની કરોડોની સંપત્તિ પર દાવો કર્યો છે. દરેક પત્નીનું કહેવું છે કે, તે તેની અસલી પત્ની છે, તેથી તેમની મિલકત પર ફક્ત તેનો અધિકાર છે. અધિકારીની ત્રણેય પત્નીઓ પાસે લગ્નનું પ્રમાણપત્ર અને મૃત્યુનું પ્રમાણપત્ર છે. આવી સ્થિતિમાં નોઈડા ઓથોરિટી માટે સૌથી મોટી સમસ્યા ઉભી થઇ ગઈ છે. ઓથોરિટીએ હાલ પૂરતો પ્રોપર્ટી ટ્રાન્સફર પર પ્રતિબંધ લગાવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિટાયર્ડ IAS ઓફિસર હરિ શંકર મિશ્રા PCS ઓફિસર હતા, જે પ્રમોશન બાદ IAS બન્યા હતા. તેઓ 2014માં નિવૃત્ત પણ થઇ ચુક્યા હતા. 11 જુલાઈ 2024ના રોજ તેમનું અવસાન થયું હતું. નિવૃત્ત અધિકારીના મૃત્યુને હજુ માત્ર એક મહિનો જ પસાર થયો હતો, જ્યારે એક મહિલા નોઈડા ઓથોરિટીમાં પહોંચી અને તેણે પોતાનું નામ શીબા શિખા તરીકે બતાવ્યું હતું. મહિલાના જણાવ્યા અનુસાર તે આ નિવૃત્ત અધિકારીની પત્ની છે. તેણે જવાબદાર અધિકારીઓને લગ્ન અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ બતાવ્યું અને મૃતક અધિકારીની મિલકત ટ્રાન્સફર કરવા અરજી કરી હતી.
દસ્તાવેજ તપાસ કર્યા પછી નોઈડા ઓથોરિટીએ સેક્ટર 62માં RN-14ની મિલકતમાં નામ બદલીને મહિલાના નામે કરી દીધું. તેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે, મહિલાએ સબમિટ કરેલા લગ્નનું પ્રમાણપત્ર નિવૃત્ત અધિકારીના મૃત્યુના 8 દિવસ પહેલા 3 જુલાઈ 2024નું છે. અત્યાર સુધી બધુ બરાબર હતું, પરંતુ 23 ડિસેમ્બરે બીજી એક મહિલા ઓથોરિટી પાસે પહોંચી અને મારનાર અધિકારીની સંપત્તિ પર પોતાનો દાવો કર્યો. તેનું કહેવું છે કે, બંનેના લગ્ન 27 વર્ષ પહેલા થયા હતા. તેને બે બાળકો પણ છે.
નવાઈની વાત તો એ છે કે, વધુ એક મહિલા ઓથોરિટી સુધી પહોંચે છે, જે આ મૃત નિવૃત્ત અધિકારીની પુત્રી હોવાનો દાવો કરે છે. તેનો દાવો છે કે, અધિકારીની અસલી પત્ની કુશીનગરમાં રહે છે. તે બીમાર છે જેના કારણે તે ઓફિસ આવી શકી નથી. જ્યારે તેની પાસેથી દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે યુવતીએ લગ્નનું પ્રમાણપત્ર અને મૃત્યુનું પ્રમાણપત્ર બધાની મૂક્યું હતું. આ જોઈને બધાને નવાઈ લાગી. હવે સવાલ એ ઉભો થયો છે કે, કોણ અસલી અને કોણ નકલી. હાલમાં નિવૃત્ત IASની સંપત્તિ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp