રજા ના લેવી પડે તે માટે 30000 મહિલાઓએ કઢાવી નાંખ્યા ગર્ભાશય, CMને લખ્યો પત્ર

PC: mumbailive.com

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતિન રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને અનુરોધ કર્યો છે કે, તેઓ મજૂરી બચાવવા માટે શેરડીના ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓ દ્વારા પોતાના ગર્ભાશય કઢાવી નાંખવાની ઘટનાઓને અટકાવવા માટે આ મામલામાં હસ્તક્ષેપ કરે.

નિતિન રાઉતનું કહેવું છે કે, મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં શ્રમિકો છે, જેમાં મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે. મુખ્યમંત્રીને મંગળવારે લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, પીરિયડ્સના દિવસોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મજૂરી કામ નથી કરતી. કામ પર ન જવાને કારણે તેમને મજૂરી નથી મળતી, એવામાં પૈસાના નુકસાનથી બચવા માટે મહિલાઓ પોતાના ગર્ભાશય જ કઢાવી રહી છે, જેથી પીરિયડ્સ ના આવે અને તેમણે કામ પરથી રજા ના લેવી પડે.

કોંગ્રેસ નેતા રાઉતે જણાવ્યું હતું કે, આવી મહિલાઓની સંખ્યા આશરે 30000 છે. રાઉતનું કહેવું છે કે, શેરડીની સીઝન છથી આઠ મહિનાની હોય છે. આ મહિનાઓમાં જો શેરડીની ફેક્ટરીઓ મહિલાઓને પ્રતિ મહિને ચાર દિવસની મજૂરી આપવા માટે રાજી થઈ જાય તો આ સમસ્યાનું સમાધાન આવી શકે તેમ છે.

કોંગ્રેસ નેતા રાઉતે પોતાના પત્રમાં CM ઠાકરેને અનુરોધ કર્યો છે કે, તેઓ માનવીય આધાર પર મરાઠાવાડ ક્ષેત્રની આ શેરડીના ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓની સમસ્યાના સમાધાન માટે સંબંધિત વિભાગને આદેશ આપે. નિતિન રાઉતની પાસે PWD, આદિવાસી મામલા, મહિલા તેમજ બાળ વિકાસ, કપડાં, રાહત તેમજ પુનર્વાસ મંત્રાલયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp