BJP નેતાના કૂવામાંથી 30 Kg ચાંદી મળી,ગુજરાતમાં 1400 Kg ચાંદીની લૂંટના તાર જોડાયા

PC: bhaskar.com

મધ્યપ્રદેશ પોલીસના હાથમાં મોટો ખજાનો લાગ્યો છે. પોલીસે દેવાસમાંથી 100 કિલો ચાંદી જપ્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આમાં દેવાસની કંજર ગેંગનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગના ચાર આરોપીઓની 4 માર્ચે 70 કિલો ચાંદી સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત BJPના નેતા ગૌતમ સિંહ રાજપૂતના કૂવામાંથી 30 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. આટલો મોટો ચાંદીનો જથ્થો મળવાની ઘટનાને 17 ફેબ્રુઆરીએ રાજકોટ-અમદાવાદ હાઇવે પર થયેલી 1400 કિલો ચાંદીની લૂંટ સાથે જોડીને તેને જોવામાં આવી રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

દેવાસ પોલીસે જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે, ત્યાં ચાંદીનો કોઈ સમાન પડેલો છે. જંગલમાં જ્યારે તેણે કૂવાની શોધ કરી, તો તેમાં એક કોથળો મળી આવ્યો. જેમાં 30 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગૌતમસિંહ રાજપૂત સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, જંગલમાં તેમનો કૂવો છે. જે ગુનાહિત સ્વભાવના લોકોની જમીન સાથે જોડાયેલ છે અને કૂવો જંગલમાં હોવાથી તેની કોઈ કાળજી લેતું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌતમસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુનેગારોની જમીન કુવા સાથે જોડાયેલી છે. આ લોકોએ હરિયાણામાં ચોરીઓ કરી છે. તેણે આ ગુનેગારનું નામ હેમરાજ ઝાલા જણાવ્યું હતું અને તેના વિશે જિલ્લાના SPને પણ જાણ કરી હતી.

BJP નેતાએ કહ્યું કે, કૂવો સામાન છુપાવવાનું સાધન બની ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BJP નેતાએ જણાવ્યું કે, ગત વર્ષે કૂવો ખોદવામાં આવ્યો હતો. ત્યારે આ કૂવામાંથી બાઇકની ચેસીસ મળી આવી હતી. તેમણે કહ્યું કે, જંગલમાં આ કૂવો ગુનેગારો માટે આશ્રયસ્થાન બની ગયો છે.

અહીં તમને બતાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ગુજરાતના સુરેન્દ્રનગરના સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. તેની કુલ કિંમત લગભગ 3.80 કરોડ રૂપિયા છે. આ પછી પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ લૂંટ કરનાર વ્યક્તિ કંજર ગેંગનો છે. આ ગેંગના સભ્યો મધ્યપ્રદેશના દેવાસના ચિરાવડ અને પીપલરાવના રહેવાસી છે. ગુજરાત સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચે અહીં દરોડો પાડી ચાર બદમાશોની ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપીની પત્ની સહિત અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કંજર ગેંગના સભ્યો સિગારેટ, મોબાઈલ, સોનું અને ચાંદી લૂંટે છે. હાલમાં ગુજરાત પોલીસના દરોડા બાદ મુખ્ય સૂત્રધાર સહિતના સભ્યોના આલીશાન મકાનો પર તાળાં લટકતા મળી આવ્યા હતા, આરોપીઓ ફરાર છે.

ગુજરાત પોલીસે આરોપીઓ પાસેથી લગભગ 70 કિલો ચાંદી જપ્ત કરી હતી. તેની સૂચના પર, ટોંકકલા પોલીસ ચોકીથી થોડે દૂર BJP નેતા ગૌતમ સિંહ રાજપૂતના ખેતરમાં બનેલા કૂવામાંથી ચાંદી મળી આવી હતી. જેમાં કૂવામાંથી વીંટી, વિછિયા અને ઘણાં બધાં ઘરેણાં બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ચાંદી લગભગ 30 કિલો જણાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત પોલીસ દ્વારા લગભગ 100 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp