ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોમાં ભારે વરસાદ સાથે તોફાનોના પગલે 31નાં મોત

PC: wfmz.com

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મંગળવારે રાત્રે અચાનક આવેલા તોફાને ભારે તબાહી મચાવી છે. તોફાન અને વરસાદને લીધી અત્યાર સુધી કમ સે કમ 31 લોકોના મોત થયાં છે. વરસાદની સાથે પડેલા બરફના કરાને લીધે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તપ્રદેશમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે. અહેવાલો મુજબ, એકલા રાજસ્થાનમાં જ 6 લોકોના મોત થયા છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરસાદના લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, હવામાન વિભાગે યુપી અને રાજસ્થાનમાં આવનારા 24 કલાકોમાં તોફાન સાથે વરસાદની આગાહી કરી છે.

વરસાદ અને તોફાનને લીધે ઉત્તર ભારતમાં તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. ઝડપી પવન ફૂંકાવાના લીધે ઘર અને ઝાડોને પણ નુકસાન થયું છે જેને લીધે વીજ-પુરવઠો પણ ખોરવાયો છે. વરસાદ અને બરફના કરા પડવાને લીધે જયપુરમાં પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજસ્થાનના ચિત્તોડમાં 22 મીમી વરસાદ પડ્યો છે. બસ્સી અને જમવારાઢમાં દિવાલ ધસી પડવાને લીધે બે લોકોના મોત થયા છે.

ઝાલાવાડમાં ચાર બાળકો અને ઉદયપુરમાં બે યુવકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બુધવારે પણ પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં પવનો ફૂંકાશે અને સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ભારે વરસાદને લીધે મધ્યપ્રદેશમાં પણ 16 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. જો કે હજી આ વાતને અધિકૃત સમર્થન પ્રાપ્ત થયું નથી. વરસાદ અને વીજળી પડવાને લીધે ઇંદોરમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. છિંદવાડમાં તાપમાનનો પારો 28 ડિગ્રી પર પહોંચ્યો છે. વરસાદને લીધે હજારો ક્વિન્ટલ ઘઉંનો પાક પકડ્યો છે. રાજ્યના મંદસૌર અને નીમચમાં બરફના કરા પડ્યા હતા અને રાતભર વરસાદ ખાબક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp