સૂતેલી બાળકીનું અપહરણ, દુષ્કર્મ બાદ હત્યા. સવારે મળ્યો મૃતદેહ

PC: dnaindia.com

હૈદરાબાદ અને રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ 6 વર્ષની બાળકીનું શવ મળ્યું છે. ઘટના ઈન્દોરની નજીક આવેલા મહૂની છે, જ્યાં એક ખંડેરમાં નાબાલિગ બાળકીનો શવ પ્લાસ્ટિક શીટમાં લપેટેલું મળી આવ્યું છે. મહૂની એક હોસ્પિટલ નજીક આવેલા ખંડરમાંથી સોમવારે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, મહૂ રેલવે ઓવરબ્રિજની નીચે રહેતા પતિ-પત્નીની બાળકીને કોઈ સૂતી વખતે જ ઉઠાવીને લઈ ગયું હતું. જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે બાળકીના મળતા તેન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યારે તેમને બાળકી ન મળી તો તેમણે તે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જ્યારે તપાસ કરી તો તેમને તે વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલની નજીક આવેલા ખંડેરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકની શીટમાં લપેટેલો હતો. આ મામલામાં મહૂ પોલીસે જણાવ્યું હતું કે, બાળકીના મૃતદેહને જોતા તેની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જણાઈ રહ્યું હતું. આથી, પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અમે ઘટના અંગે IPC અને પોક્સો એક્ટ હેઠળ અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે બાળકી જ્યાં રહેતી હતી અને જ્યાંથી તેનો મૃતદેહ મળ્યો, તે વિસ્તારમાં આવેલા CCTV ફૂટેજ ચેક કરી આરોપીને શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp