59 ચાઈનીઝ એપ્સ બેન થવાથી બોખલાયું ચીન, કહ્યું- બંને દેશો વચ્ચે તણાવ વધશે

PC: cloudinary.com

ચીનની સાથે સીમ પર બનેલા તણાવપૂર્ણ માહોલની વચ્ચે કેન્દ્રની મોદી સરકારે સુરક્ષા અને અંગતતાનો હવાલો આપતા એક દિવસ પહેલા ચીનની 59 એપ્સ પર બેન લગાવ્યો હતો. ભારતના આ પગલા પર ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે ચેતવણી આપી કે આ પ્રતિબંધથી ભારતીય IT પ્રોફેશનલ્સને નુકસાન થશે, સાથે જ બંને દેશોની વચ્ચે તણાવ વધશે.

મીડિયા તરફથી રાષ્ટ્રવાદી માહોલ બનાવવામાં આવી રહ્યો છે

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, ભારત અને ચીનની વચ્ચે પાછલા દિવસોમાં થયેલા ઘર્ષણે દુનિયાભરમાં ચર્ચા બનાવી. ખાસ કરીને ત્યારે જ્યારે તે હિંસક થયું અને બંને તરફથી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની. બંને તરફથી શાંત દિમાગની સાથે તણાવપૂર્ણ સ્થિતિને ઓછી કરવાની કોશિશ કરવી જોઈતી હતી. પણ અમે ભારતીય મીડિયાના એક હિસ્સાની ખૂબ જ અલગ પ્રવૃત્તિ જોઈ. મુખ્યધારા મીડિયા તરફથી રાષ્ટ્રવાદી માહોલ બનાવવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રવાદી ઉન્માદમાં બદલવાની ક્ષમતા રાખે છે.

ચીની સરકારી સમાચાર પત્રએ કહ્યું કે, કારણ કે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. એપ્પલ અને એન્ડ્રોઇડ સ્ટોર્સ પણ નક્કી નથી કરી શકતા કે તેની વ્યાખ્યા કઇ રીતે કરે અને તેને કઇ રીતે મૂલ્યાંકિત કરે. કારણ કે એપ્સની વેરાયટી ઘણી વાઇડ છે અને કરોડો ઉપયોગકર્તાઓને પ્રભાવિત કરે છે. અહીં ધ્યાન આપવું અગત્યનું છે કે ચીની સ્માર્ટફોન નિર્માતાઓનું ભારતના સ્માર્ટફોન બજારમાં 80 ટકાથી વધારે ભાગ પર કબ્જો છે. જે દુનિયાનું બીજુ સૌથી મોટું બજાર છે.

આ પગલું યોગ્ય નથી

સમાચાર પત્ર લખે છે કે, ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં દુનિયાભરમાં લોકડાઉનના સમયમાં મોબાઇલ એપ્સ એક લગ્ઝરી વસ્તુના સ્થાને યૂઝર કમોડિટીના રૂપમાં સ્થાપિત થઈ ચૂક્યું છે. ટિકટૉક અને શેરઈટ જેવા વૈશ્વિક એપ્સને બેન કરવાથી ન માત્ર આ કંપનીઓ પર પણ આ કંપનીઓ માટે કામ કરનારા હજારો ભારતીય IT કર્મચારીઓ પર પણ અસર કરશે.

સમાચાર પત્ર કહે છે કે, આ એ વૈશ્વિકરણને ધીમા કરવાની દિશામાં લેવામાં આવેલું પગલું છે, જે આ બંને એશિયાઇ દેશોમાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો હતો. આ નિશ્ચિતપણે યોગ્ય દિશામાં લેવાયેલું પગલું નથી અને બંને દેશોની વચ્ચે તણાવને ઓછું કરવા અને સંબંધોના સામાન્યીકરણના પ્રયાસ કરવા માટે થયેલા કરારની સાથે મદદ કરતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp