મોહાલી બ્લાસ્ટમાં મોટો ખુલાસો, પાકિસ્તાન ISIS અને બબ્બર ખાલસાએ કરાવ્યા હતા હુમલા

PC: khabarchhe.com

મોહાલી હુમલામાં પાકિસ્તાન ISIS ના સમર્થનની સાથે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો હાથ છે. આ ખુલાસો પંજાબ પોલીસના GDP વી.કે ભાવરાએ શુક્રવારના રોજ ચંદીગઢમાં પત્રકાર પરિષદ કરીને કહી હતી. GDPએ જણાવ્યું હતું કે 2017માં કેનાડા સીફ્ટ થયો હતો લખવીરસિંહ જે આ કાવતરાનો મુખ્ય આરોપી છે. લખવીરસિંહ તરણતારણ નો રહેવાશીછે. એ એક મોટો ગેંગસ્ટર છે અને હરીન્દરસિંહ રિંદાનો નજીકનો સહયોગી છે.

GDPએ વધુમાં જણાવ્યું કે મોહાલી હુમલામાં અત્યાર સુધી છ આરોપી પકડાયા છે જેમાંથી ત્રણ તરણતારણના નિવાસી છે. GDPએ જણાવ્યું કે ચઢતસિંહ અને જગદીપ કંગે મોહાલીમાં રેકી કરી હતી અને નિશાનસિંહને પણ કેટલાક તારિકાથી આરોપીઓની મદદ કરી હતી અને આરોપીનું ઈરાદો ફક્ત ડર બનાવવાનો હતો. હુમલામાં ઇસ્તેમાલ આરજીપી રૂસ કે પછી બલગરીયાની હોઈ શકે છે.

આ પહેલા સ્ટેટ સ્પેશિયલ સેલને જગદીપસિંહ કંગને ગિરફ્તાર કર્યો હતો. કંગને જિલ્લા અદાલતમાં પેશ કરવામાં આવ્યો, જ્યાં અદાલતે તેને 9 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. બીજી બાજુ ફરીદકોટ પોલીસ દ્વારા પકડાયેલા નિશાનસિંહને સ્પેશ્યલ સેલની ટીમ મોહાલી લઇને આવી હતી. હુમલાને સંબધિત પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા શુક્રવારના આરોપીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લઇ ગયા હતા. પોલીસને ઉમ્મીદ છે કે આ કેસને હલ કરવા માટે નિશાનસિંહ મહત્વની ભૂમિકા ભજવી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp