ITBP જવાનો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, 6ના મોત, 2 ઇજાગ્રસ્ત

PC: livehindustan.com

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સ્થિત ITBPના કેમ્પમાં બુધવારે સવારે જવાનોની વચ્ચે એકબીજા સાથે બોલાચાલીએ ખૂની સ્વરૂપ લઈ લીધું. અંધાધૂંધ ગોળીઓ ચાલી, જેમાં 6 જવાનોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. આ ઘટનામાં 2 જવાન ગંભીરરીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ચોપરની મદદથી રાજધાની રાયપુરની હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃત જવાનોમાં બે હવાલદાર અને 4 સિપાહી સામેલ છે. આ તમામ જવાનો બહારના રાજ્યોના છે, જેમને અહીં કેમ્પમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ઘટનાના કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

નારાયણપુર જિલ્લા હેડ ઓફિસથી આશરે 60 કિમી દૂર કડેનારમાં ITBPના જવાનો વચ્ચે અંદરોઅંદર ગોળીબારી થવાને કારણે 6 જવાનોના મોત થયા છે. જ્યારે અન્ય બે જવાન ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની પુષ્ટિ કરતા SP મોહિત ગર્ગે જણાવ્યું હતું કે, બુધવારે સવારે કેમ્પમાં જવાનો વચ્ચે અંદરોઅંદર ગોળીબારી થવાના કારણે 6 જવાનોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત જવાનોને રાયપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

ઘટનામાં માર્યા ગયેલા જવાનોમાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ (રહે, સંદિયાર, જિલ્લો બિલાસપુર, હિમાચલ પ્રદેશ), હેડ કોન્સ્ટેબલ દલજીત સિંહ (રહે. જાગપુર, લુધિયાણા, પંજાબ), કોન્સ્ટેબલ મસુદુલ રહમાન (રહે. બિલકુમરી, પશ્ચિમ બંગાળ), કોન્સ્ટેબલ સુરજીત સરકાર (રહે. શ્રીરામપુર, પશ્ચિમ બંગાળ), કોન્સ્ટેબલ બિશ્વરૂપ મહતો (રહે. ખુરમુરા, પશ્ચિમ બંગાળ) અને કોન્સ્ટેબલ બિજેસ (રહે. ઈરાવાટ્ટોર, કેરળ) સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp