આ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારને બે હજારની વિશેષ સહાય આપશે

PC: voanews.com

લોકસભાની ચૂંટણી અગાઉ મતદારોને આકર્ષવા માટે દરેક રાજ્ય દ્વારા અનેક સખાવતો સમાન જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુના મુખ્યમંત્રી ઇ. કે. પલાનીસ્વામીએ ચક્રવાત, દુષ્કાળ અને ઓછા વરસાદથી પ્રભાવિત થયેલા ગરીબી રેખાથી નીચે જીવતા (બીપીએલ) 60 લાખ પરિવાર માટે બે-બે હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. તામિલનાડુની વિધાનસભામાં જાહેરાત કરતાં પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે, અલગ અલગ જિલ્લામાં ગરીબ લોકો ગાજા ચક્રવાત, ઓછા વરસાદ અને દુષ્કાળથી પ્રભાવિત થયા છે. તેમની કાળજી લેતાં સરકારે વિશેષ આર્થિક સહયોગ તરીકે ગરીબ પરિવારોને બે-બે હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

Image result for Palaniswami

પલાનીસ્વામીએ ઉમેર્યું હતું કે, આ વિશેષ આર્થિક સહાય માટે સરકારને 1200 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ સહાય ગામડાઓમાં 35 લાખ પરિવારો અને શહેરોના 25 લાખ પરિવારોને લાભ મળશે. આ આર્થિક સહયોગ ખાસ કરીને ખેડૂતો, માછીમારો, ફટાકડા બનાવનાર એકમો, વણકરો, ઝાડ પર ચઢનારાઓ અને અન્યને ખૂબ રાહત પહોંચાડશે. પીએમકેના સંસ્થાપક એસ. રામદાસે પલાનીસ્વામીની જાહેરાતનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સરકારને ગરીબી નાબૂદી માટે ગરીબોને દર મહિને 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરવી જોઇએ. મહત્વપૂર્ણ છે કે સરકારે પોંગલ પર્વની ઉજવણી માટે બીપીએલ અને સામાન્ય રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની રોકડ ભેટ અને ગિફ્ટ હેમ્પર આપ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp