26th January selfie contest

રાજ્ય સરકારની આડોડાઈને કારણે આ રાજ્યોના ખેડૂતોને નથી મળી રહ્યો 6000 રૂપિયાનો લાભ

PC: livemint.com

કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્ક્રીમનો ખેડૂતો મોટી સંખ્યામાં લાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ, હજુ સુધી દિલ્હી, સિક્કીમ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્વીપના એક પણ ખેડૂતને તેનો ફાયદો નથી મળી શક્યો. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સરકારો જાણી જોઈને કિસાન સન્માન નિધિ માટે યાદી મોકલી નથી રહી. જેને કારણે આ રાજ્યોના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા નથી મળી શકતા. તેનો જવાબ તેમને જનતા આપશે. કેટલીક રાજ્ય સરકારો આ સ્કીરમમાં સહયો ન કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. જ્યારે કેન્દ્ર પૈસા મોકલી રહ્યું છે, તો રાજ્યોએ ખેડૂતોના હિતો પર તરાપ ના મારવી જોઈએ. ખેતી-ખેતમજૂરી માટે ખેડૂતોને 6000 રૂપિયા મળી જાય તો દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકારને તેમાં વાંધો શો છે?

હાલ આ 4 રાજ્યોને છોડી દઈએ તો અત્યારસુધી દેશના 3.43 કરોડ ખેડૂતો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવુ છે કે, કેન્દ્રનું કામ પૈસા મોકલવાનું છે, ખેડૂતોની યાદી PM-કિસાન પોર્ટલ પર અપલોડ કરવી એ રાજ્યોનું કામ છે. જે રાજ્ય યાજી નથી મોકલી રહ્યા, તેમને પૈસા મોકલવામાં નથી આવી રહ્યા. દિલ્હી અને પશ્ચિમ બંગાળના ખેડૂતો તેનાથી વંચિત છે, તો તેનું કારણ આ રાજ્યોની સરકારો જ છે. આ અંગે BJP પ્રવક્તા રાજીવ જેટલીનું કહેવુ છે કે, કેટલાક રાજ્યોના પોતાના કારણો હોઈ શકે છે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકારો તો પોતાની જિદને કારણે ખેડૂતોને આ કલ્યાણકારી યોજનાનો લાભ લેવાથી વંચિત કરી રહી છે.

કોંગ્રેસ શાસિત પ્રદેશોની વાત કરીએ તો, મધ્ય પ્રદેશમાં આ યોજનાનો સૌથી ઓછો લાભ માત્ર 12673 ખેડૂતોને જ મળી રહ્યો છે. ત્યાં કમલનાથની સરકાર છે. જ્યારે રાજસ્થાનમાં 121314 ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. છત્તીસગઢમાં 113574 ખેડૂતોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે. જયારે કર્ણાટકમાં 320906 ખેડૂતો લાભાન્વિત છે. પંજાબ કોંગ્રેસ શાસિત હોવા છતા ત્યાનાં 1184871 ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp