પૌત્રના અંતિમ સંસ્કારની આશાએ સાડા 3 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે 70 વર્ષના વૃદ્ધ

PC: hindi.news18.com

કહેવાય છે કે બધા વૃદ્ધોની ઇચ્છા હોય છે કે તેમની અંતિમ યાત્રામાં તેના બાળકો તેને ખાંધ આપે અને તેને સ્મશાન સુધી લઇ જાય. પરંતુ, રાજસ્થાનના ચિતૌડગઢમાં એક વૃદ્ધની વેદના સાંભળી તમારું હૃદય પણ કંપી ઉઠશે. લગભગ 70 વર્ષના આ વૃદ્ધ તેના પૌત્રના અંતિમ સંસ્કાર માટે લગભગ ચાર વર્ષથી શાસન પ્રશાસન પાસે ચક્કર લગાવી રહ્યા છે. આ વૃદ્ધના પૌત્રની ખોપડી છેલ્લા સાડા ત્રણ વર્ષથી કનેરા પોલીસ સ્ટેશનના ભંડારમાં બંધ પડી છે. સાંભળવામાં અને જોવામાં આ વાત ભલે થોડી અજીબ હોય પરંતુ, આ વાત સાચી છે. આ વૃદ્ધ પૌત્રના બાકીના અંગો લેવા માટે અને ગુનેગારોને સજા કરવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. આ વૃદ્ધનુ નામ ઓંકારલાલ ચારણ છે. તે કલેક્ટ્રેટમાં ચક્કર જમીન માટે લગાવી રહ્યા નથી અને ન તો તેમને પેંશનની જરુર છે. તેઓ માત્ર એટલું ઈચ્છે છે કે, પોલીસ પ્રશાસન તેના પૌત્રના શરીરના અંગો તેને આપી દે. જેથી તે થાણામાંથી તેના પૌત્રની ખોપડી લઇ અંતિમ સંસ્કાર કરી શકે.

હકીકતમાં ઓંકારલાલ ચારણનો પૌત્ર યોગેશ ચારણ વર્ષ 2016માં ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારપછી તે ફરી ક્યારેય ઘરે આવ્યો નથી. પોલીસે પહેલા તો તેનો રિપોર્ટ નોંધ્યો જ નહીં. લગભગ આઠ દિવસ પછી ઘણી આજીજી કર્યા બાદ કનેરા પોલીસ સ્ટેશનમાં યોગેશના ગૂમ થયાનો કેસ દાખલ કર્યો. પરંતુ 2 વર્ષ સુધી એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 2 વર્ષ પછી 2018માં એક ખેતરમાં કામ કરતા સમયે એક ખોપડી મળી હતી. આ ખોપડી ઓંકારલાલના પારિવારિક દુશ્મનાવટવાળા પરિવારના ખેતરમાંથી મળી હતી. જુના વિવાદોના કારણે વૃદ્ધે શંકા વ્યક્ત કરી કે આ ખોપડી તેના પૌત્રની જ હશે. પોલીસ અને પ્રશાસનના ચક્કર લગાવી તથા ઘણી માથાકૂટ કર્યા પછી 3 મહિના બાદ એ ખોપડીના DNA ટેસ્ટ કરાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન ત્રણવાર સેમ્પલ ફેલ થઇ ગયા. ચોથીવારમાં ખોપડીનું DNA યોગેશના માતા-પિતા સાથે મેચ કરવામાં આવ્યું. ત્યારબાદ એ વાત સાબિત થઇ ગઈ કે, આ ખોપડી એના ગાયબ થયેલા પૌત્રની જ છે. ત્યારપછી આ કિસ્સામાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો. એ પછી મૃત યોગેશની ખોપડીને પોલીસ સ્ટેશનમાં જમા કરી લીધી હતી. પરંતુ, તેના શરીરના બાકીના અંગો હજુ સુધી મળ્યા નથી.

ત્યારથી દાદા ઓંકારલાલ પૌત્ર યોગેશના શરીરના બાકીના અંગોની માંગ તથા ગુનેગારોને સજા કરવા માટે શાસન-પ્રશાસન સામે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે. એ માટે સિસ્ટમ સાથે લડી રહ્યા છે. ઓંકારલાલ પોલીસ સ્ટેશનથી લઇ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી અરજી કરી આવ્યા છે, પરંતુ કોઈ સુનાવણી થઇ રહી નથી. એકવાર ફરી વૃદ્ધ ઓંકારલાલે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી કેસની CBI દ્વારા તપાસ કરાવી તેને ન્યાય અપાવવા માટે અરજી કરી છે. વૃદ્ધ ઓંકારલાલ રાહ જોઈ રહ્યો છે કે, તેમને તેમના પૌત્રના બાકીના અંગો મળી જાય જેથી તેઓ પોલીસ સ્ટેશનમાંથી ખોપડી લઇ તેના અંતિમ સંસ્કાર કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp